Abtak Media Google News

કોર્ટના સમન્સને ઇ-મેલ, ફેકસ અને વોટ્સએપ દ્વારા બજાવવાની કાર્યવાહીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા સુપ્રીમકોર્ટનો આદેશ

કોરોનાના કારણે જાહેર કરાયેલા લોક ડાઉન બાદ કોર્ટ કાર્યવાહી ખોળવાય ગઇ છે. ત્યારે કોર્ટ કાર્યવાહીને પુન: ધમધમતી કરવા માટે સમન્સ અને નોટિસની બજવણી માટે સમન્સ, ઇ-મેલ, વોટસએપ અને ફેકસ જેવી ટેકનોલોજીની મદદ લઇ ઝડપ કરવાનો સુપ્રિમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવતા વોટસએપના માધ્યમથી મળતા સમન્સને સાચા માનજો નહીતર જેલમાં જવું પડશે તેવી સ્થિતી ઉભી થઇ છે.

સમન્સ અને નોટિસની બજવણી કરવા માટે જૂની પધ્ધતિ મુજબ પોલીસની મદદ લેવામાં આવતી હતી પરંતુ લોકડાઉન દરમિયાન સમન્સ અને નોટિસની બજવણીમાં થયેલા વિલંબના કારણે કોર્ટની કાર્યવાહી ખોળવાતા કોર્ટ કાર્યવાહી પુન: ધમધમતી કરવા માટે સુપ્રિમ કોર્ટના એ.એસ.બોપન્ના અને આર.સુભા, રેડ્ડીની ડિવિઝન બેન્ચમાં સમન્સની બજવણી અંગે વોટસએપનો ઉપયોગ કરવા અંગે એટર્ન જનરલ વેણુગોપાલ દ્વારા થયેલી અરજીની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ઉપરોકત હુકમ કરવામાં આવ્યો છે.

ચેક રિર્ટન કેસમાં લોક ડાઉનના કારણે તા.૧૫ માર્ચ સુધીનો મુદતમાં વધારો કરાયો હતો પરંતુ કોર્ટમાં આવતા ચેક રિર્ટન કેસના ઝડપી નિકાલ માટે નોટિસ અને સમન્સ બજાવવા જરૂરી હોવાથી ચેક અને નોટિસ નિધારિત સમય મર્યાદામાં થઇ શકે તે માટે સુપ્રિમ કોર્ટનો હુકમ મહત્વનો બની ગયો છે. એટર્ની જનરલ વેણું ગોપાલ દ્વારા થયેલી અરજીની સુનાવણી દરમિયાન મેસેજિંગ એપ્લીકેશનની

બ્લુ ટિકી સુવિધાનો ઉપયોગ પુરાવા અધિનિયમ હેઠળ કોર્ટની નોટિસની સેવાને સાબિત કરવા માટે થઇ શકે તેમ ઠરાવવામાં આવ્યું છે.

નેગોસિએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ચેક આપનારના કેસ દાખલ કરવા માટેની મર્યાદા અવધિના વિસ્તરણ અંગે સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કહ્યુ હતું કે તે આમા દાખલ કરશે નહી અને આરબીઆઇ દ્વારા ફરત સમય ગાળો લંબાવી શકાય છે. બેન્કીગ રેગ્યુલેશન એકટની કલમ ૩૫-એ હેઠળ આરબીઆઇ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં દાખલ કરવો યોગ્ય માનતા નથી ચેક રિર્ટન થયા બાદ તેની નોટિસ અને ત્યાર બાદ સમન્સની બજવણી કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવ્યાહોવાથી તેનો નિવેડો લાવવા માટે સુપ્રિમ કોર્ટની ખંડપીઠ દ્વાર મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.