Abtak Media Google News

ઇમ્પિરિયલ પેલેસ ખાતે બે દિવસીય “ધ બિગેસ્ટ હોલીડે મેલા” આયોજન

જો તમે પણ વિદેશ પ્રવાસ કરવા ઈચ્છતા હોય તો “બેસ્ટ વોયેજ” આકર્ષક ઓફર લઈ ને આવ્યુ છે. રાજકોટના ઇમ્પિરિયલ પેલેસ ખાતે તા 21 અને 22 જાન્યુઆરીના રોજ બેસ્ટ વોયેજ પ્રા. લી. દ્વારા “ધ બિગેસ્ટ હોલીડે મેલા”નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગ્રાહકોને  પ્રીમિયમ ગ્રુપ ટૂર તથા કસ્ટમાઈઝડ ટૂરના પેકેજમાં આકર્ષક ઓફર આપવામાં આવે છે.

Advertisement

સેવાની ગુણવત્તા અને પ્રતિબદ્ધતા એ જ અમારૂ મૂળભુત લક્ષ્ય: સૌરભ વૈદ્ય

બેસ્ટ વોયેજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર સૌરભ વૈદ્યે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમારી  હેડ ઓફીસ અમદાવાદમાં આવેલી છે આ સિવાય ગૂજરાતભરના 14 શહેરોમાં પણ કાર્યરત છીએ. બેસ્ટ વોયેજ ખાસ કરીને  વિશ્વભરના લગભગ દરેક દેશોની ગ્રુપ ટૂર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમાં ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર કસ્તમાઈઝડ ટૂર પણ પ્લાન કરી આપીએ છે.એમાં પણ ખાસ કરીને કોરોના જેવા કપરા સમયમાં પણ ગ્રાહકો દ્વારા રોકાયેલા પૈસા પણ પરત કર્યા.અમારી કંપની દ્વારા દોઢ લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી ચૂક્યા છે.

દરેક ટુરમાં  ઈન હાઉસ મેનેજર પ્રવાસીઓ સાથે રહીને જ સેવા આપે: પંકજ તન્ના

બેસ્ટ વોયેજ પ્રા. લી. ના સૌરાષ્ટ્ર હેડ પંકજ તન્નાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરી ને આ હોલી ડે ફેરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે ગ્રાહકોને અમારી કંપની દ્વારા યુ.એસ, યુકે, યુરોપ, સાઉથ આફ્રિકા,ન્યુઝીલેન્ડ, તુર્કી , કેનેડા વગેરે જેવા દેશોની ટૂર પ્રવાસીઓને કરાવે છે.જેમાં લગભગ 1 લાખથી  ટૂરના પેકેજની શરૂઆત થાય છે. કે જેમાં 2 દીવસના ટ્રાવેલ મેળામાં એક જ છત નીચે બધા જ ડેસ્ટીનેશન મળી રહે. આ સિવાય અમારી કંપનીની ખાસિયત છે કે દરેક ટુરમાં બહારથી ફ્રી લાન્સર નહી પરંતુ ઈન હાઉસ મેનેજર જ સેવા પૂરી પાડે છે.આ સાથે ગ્રાહકોને હોટેલ , ફૂડ વગેરે જેવી સવલતો ગુણવત્તા સભર આપવામાં આવે છે.

કોઈ છૂપા શુલ્ક વિના પારદર્શકતા સાથેના પેકેજની સવલત: ભાવિન ભૂવા

ધ બિગેસ્ટ હોલીડે મેલાની મૂલાકાતે આવેલા ભાવિન ભૂવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમે લગભગ જાતેજ ટૂરનું પ્લાન કરીને વિદેશ પ્રવાસ માટે જતા હોય છીએ ત્યારે સૌ પ્રથમ વખત અહીંયા આ કંપની પેકેજ વિષે માહિતી મેળવી છે કે જેમાં કોઈપણ છૂપો દર નથી ઉમેરવામાં આવ્યો આ સાથે પરવડે તેમજ દરેક પ્રકારની સેવા મળે તે હેતુ થી ખૂબ જ સરસ પેકેજનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક રાજકોટની જનતાને અપીલ કરી હતી કે તેઓ અવશ્ય એક વખત હોલી ડે ફેર ની મુલાકાત કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.