Abtak Media Google News

શિયાળામાં ખોડાની સમસ્યા સામાન્ય છે પરંતુ તેને કારણે વાળ ખરવા લાગે છે તેમજ શુષ્ક બની જાય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોય તો આજે હું તમને તેના ઉપાયો વિશે જણાવીશ….

  • જ્યારે પણ સાબુ કે શેમ્પુનો ઉપયોગ કરો ત્યારે વાળને પાણીથી સાફ કરવાનું રાખો નહીંતર ત્વચાને લગતી તકલીફો સર્જાય શકે છે.
    Shutterstock 412937590 1
  •  દસ મિનિટ સુધી મેડિકેડેટ શેમ્પુ લગાવી રાખો ત્યારબાદ વાળ ધોઇ નાખો, જ્યાં સુધી ખોડો ન મટે ત્યાં સુધી અઠવાડિયામાં બે વખત આ પ્રકારનું શેમ્પુ વાપરવું.
    3Cabd07500000578 0 Image A 3 1485812596907
  •  વાળને ડ્રાયર વડે સૂકવવાને બદલે જાતે જ સુકાવા દેવું હિતાવહ છે. સુકા ખોડાથી બચવા માટે ૧૦૦ ગ્રામ રોઝમેરી અને ૨૨૫ મિલીગ્રામ બદામના તેલમાં બે અઠવાડિયા સુધી મુકી રાખો. ત્યારબાદ કપડાથી ગાળીને રોઝમેરી કાઢી લો. આ ગાળેલા તેલને બોટલમાં ભરી રાખો જ્યારે પણ વાળ ધોવા હોય ત્યારે ૩૦ મિનિટ સુધી આ તેલથી માલિશ કરીને ત્યારબાદ ધોઇ નાખો.
    32 Amazing Benefits Of Almond Oil For Skin Hair And Health7
  • વાળને વધુ ચમકદાર બનાવવા માટે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું તેના માટે તાજા ફળ અને શાકભાજીનું સેવન કરો.
    Eat Your Veggies
  •  જો વાળમાં તૈલિય ખોડો હોય તો લીંબુ અને આદુનો રસ સરખા ભાગે મેળવવો તેનાથી વાળમાં ૩-૪ મિનિટ સુધી માલિશ કરો અને ત્યારબાદ મેડિકેટેડ શેમ્પુથી વાળ ધોઇ લો.
    Untitled 2
  • આમ કરવાથી વાળમાં ખોડો રહેશે નહીં અને વાળને લગતી દરેક સમસ્યા દૂર થઇ જશે.
    Ee0A75026B51E45930C58Cd549Ff6C79

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.