Abtak Media Google News

અગાઉ નગ્ન હાલતમાં યુવતીઓને વિડીયો કોલ કરી પજવણી કરનાર વીરપુરના શખ્સ સામે નોંધાતો બીજો ગુનો

ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામનું ફેક આઈડી બનાવી તેના આધારે અજાણી કોલેજ યુવતીઓને વિડ્યો કોલ કરી નિવસ્ત્ર થઇ અને તેના સ્ક્રીનશોટ પડી વાયરલ કરવાની ધમકી આપી,બિભસ્ત માંગણી કરનાર વીરપુરના આરોપી કિશન જેન્તી ડાભી સામે વધુ એક યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ધરપકડ કરી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી કોઠારિયા ગામની યુવતીએ કરેલી ફરિયાદ મુજબ, તે મોબાઇલના માધ્યમથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દરમિયાન ગત તા.29-7ના ઇન્સ્ટાગ્રામ પર પાયલ પટેલના નામની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ સ્વીકારતા સામે વાળી વ્યક્તિએ પોતે બ્યુટીપાર્લર ચલાવતી હોવાનું જણાવી અવારનવાર મેસેજથી વાત કરતા હતા.

ત્યારે પાયલ પટેલના આઇડી પરથી વીડિયોકોલ રિસીવ કરતાં જ પોતે ડઘાઇ ગઇ હતી.વીડિયોકોલમાં સામે વાળી વ્યક્તિ યુવતી નહિ પુરુષ હતો અને તે વીડિયોમાં નગ્ન અવસ્થામાં દેખાયો હતો. જેથી તુરંત તે આઇડી બ્લોક કરી નાખ્યું હતું.

ત્યાર બાદ તેને પાલર ક્લાસીસ નામની અન્ય આઇડી પરથી મેસેજ આવ્યો હતો જેમાં બિભસ્ત સ્ક્રીન શોટ  મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તું મારી સાથે વીડિયોકોલમાં વાત કર નહીં તો હું તારા ફોટા વાયરલ કરી નાંખીશની ધમકી આપી હતી.

પરિણામે સાયબર ક્રાઇમમાં યુવતીએ અરજી આપતા જેના આધારે સાયબર સેલે તપાસ શરૂ કરતા યુવતીને પજવણી કરી ધમકી દેનાર આઇડી વાળાનો મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે નંબરની તપાસ કરતા તે નંબર વિરપુર રહેતા કિશન જયંતી ડાભીનો હોવાનું ખૂલતા તુરંત તે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.આ રીતે આરોપીએ અન્ય યુવતીઓને શિકાર બનાવ્યા હોઈ તેવી શક્યતા છે.પરંતુ હાલ બે યુવતીઓએ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.