Abtak Media Google News

ઢોરના ઇન્જેકશન બે એ.એસ.આઇ.ને લાગ્યા

પશુને આપવાના ઇન્જેકશનના કેસમાં સંડોવણી ખુલ્યા બાદ ન પકડવા રૂ. પ0 હજાર લાંચ માંગી’તી

રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ દફતરમાં ઢોરને આપવાના ઇન્જેક્શન પ્રકરણમાં સંડોવણી નહીં ખોલવા બાબતે એક સામે કાર્યવાહી નહીં કરવાના બદલામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીના એ.એસ.આઇ. વતી રૂ.35,000 ની લાંચ લેતા જામનગર સીટી સી ડિવિઝન પોલીસ એ.એસ.આઇ. આબાદ પકડાઈ ગયા છે. જ્યારે રાજકોટના એ.એસ.આઇ.ને ફરાર દર્શાવવામાં આવ્યા છે.

તાજેતરમાં ઢોરને મારવાના ઇન્જેક્શન પ્રકરણમાં ધોરાજી ખાતેથી એક પ્રકરણ સામે આવ્યું હતું આ પ્રકરણમાં જામનગરના એક આસામીની લઈને રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કાર્યવાહી કરી આ શખ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ગુનામાં જે તે આસામીની નહીં ખુલાવવા બાબતે ગ્રામ્ય એસઓજીના એ.એસ.આઇ. પરવેજભાઇ સમાએ 50,000 ની લાંચની માંગણી કરી હતી રકજક ના અંતે 35,000 આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ ફરિયાદી રૂપિયા આપવા માગતા ન હોય તેઓએ જામનગર એસીબી નો સંપર્ક કર્યો હતો.

દરમિયાન ગઈકાલે રાત્રે એસીબી દ્વારા જુના જકાતનાકા પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં રાજકોટ ગ્રામ્ય એસોજીના એ.એસ.આઇ. વતી લાંચ લેવા આવેલા સીટી સી ડિવિઝન પોલીસના એ.એસ.આઇ. હમીદભાઇ જુસબભાઇ પરીયાણી,  ઉધ્યોગનગર પોલીસ ચોકી વાળા પકડાઈ ગયા હતા. જામનગર એસીબીએ સીટીસીના એ.એસ.આઇ. ની ધરપકડ કરી રાજકોટના એ.એસ.આઇ.ને ફરાર દર્શાવ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.