Abtak Media Google News
  • સાયબર પોલીસ સ્ટેશન દ્વારા વેપારી મંડળ અને નાગરિકોને જાણ કરવામાં આવી
  • સાયબર ક્રાઇમથી બચાવવા પોલીસ દ્વારા પ્રયાસ 

 જામનગર ન્યૂઝ :  ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડએ સૌથી મોટી સમસ્યા છે. આ માટે પોલીસ દ્વારા અવારનવાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને લોકોને જાગૃત કરવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવે છે. છતાં પણ ભેજાબાજ શખ્સો દ્વારા અનેક પ્રકારે નવા પેતરા રચી અને લોકોને સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ત્યારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે લોકોને જાગૃતિ સંદેશ પાઠવ્યો છે.

જામનગર સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વેપારી મંડળ તેમજ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે, તમને આર્મીના નામનો દુરુપયોગ કરી અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કરી ઊંચા ભાવે માલ ખરીદવાનો ઓર્ડર આપે તો ખાતરી કરીને જ માલ મોકલાવો. ગૂગલ પે/ફોન પે / પેટીએમ દ્વારા ઓનલાઇન પેમેન્ટ આપવાની વાત કરે તો તકેદારી રાખવી જોઈએ.

વધુમાં પોલીસના જણાવાયા અનુસાર ટાસ્ક ફ્રોડ, ટ્રેડિંગ ફ્રોડ કે પેન્સિલ પેકિંગ કામ જેવી ઓનલાઇન ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચમાં ક્યારેય પડવું નહિ. વધુમાં કોઈપણ કંપનીના કસ્ટમર કેર નંબર ઉપર કે અજાણી વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરતી વખતે બેન્ક ખાતાને લગત માહિતી કે ઘઝઙ ક્યારેય આપવો નહિ તેમજ ફોન પર વાત કરતા સમયે સામાવાળા એ મોકલેલ લિંક પર ક્યારેય ક્લિક કરવું નહિ તેમજ સામાવાળા એ મોકલેલ એપ્લિકેશન ક્યારેય ડાઉનલોડ કરવી નહિ. આ જાગૃતી સંદેશને અનુસરવા પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.