Abtak Media Google News

યુએઈની કુલ વસ્તીના ૩૦ ટકા લોકો એનઆરઆઈ

આજે લોકો વેપાર વ્યવસાય, કે શિક્ષણ માટે વિદેશમાં સ્થાઈ થવા લાગ્યા છે. અને કેટલીક વખત તેઓ પરિવારને પણ ત્યાંજ બોલાવી લેવા માંગતા હોય છે. પરંતુ તે દરેક સાથે શકય બનતુ નહી પરંતુ જો તમે યુએઈમાં રહેતા હોય અને ફેમીલીને પણ ત્યાંજ બોલાવી લેવા ઈચ્છતા હોય તો યુનાઈટેડ અરબ ઈમિરેટસ ત્યાં વસતા માઈગ્રેન્ટો માટે નવી પોલીસી લઈને આવ્યું છે. જેના ભાગ‚પે હવે અરબ દુબઈમાં રહેતા લોકો તેના પરિવારને પણ દુબઈમાં બોલાવી શકશે.

જોકે તેનો નિર્ધાર જે તે વ્યકિતની માસીક આવક ઉપર રહેશે દુબઈ-અરબમાં કુલ માઈગ્રેટોનાં મોટાભાગના ભારતીયો રહે છે. દુબઈની વસ્તીનાં ૩૦ ટકા લોકોનો એનઆરઆઈમાં સમાવેશ થાય છે.ત્યારે હવે દુબઈમાં પરિવાર સાથે જવા માંગતા હોય તો માસીક આવક ૪૦૦૦ દિરહામ હોવી જરૂરી છે. યુએઈ કેબીનેટે જાહેર કર્યું હતુ કે દુબઈમાં રહેતા વિદેશી લોકો પણ પોતાના પરિવારજનોને બોલાવી શકશે જેના માટે પુરૂષોની આવક ૪૦૦૦ દિરહામ એટલે અંદાજે ૭૫ હજાર રૂપીયા સાથે કંપની દ્વારા અક્રોમોડેશન આપવામાં આવતું હોય તો તે શકય છે.

જોકે તેમાં પણ તે ડોમેસ્ટીક હેલ્પર એમ વિવિધ કેટેગરીમાં નોકરી જોઈએ. તેવી જ રીતે અરબમાં રહેનાર મહિલા શિક્ષક, એન્જીનીયર અથવા હેલ્થ પ્રોફેશનલ ક્ષેત્રે ૪૦૦૦ દિરહામ પ્રતીમાસ કમાતી હોય તો તે પોતાના પરિવારને પણ દુબઈ કે અરબમાં સ્થાઈ કરી શકે છે. જો આ વિકલ્પો ઉપરાંત અન્ય ક્ષેત્રમાં માઈગ્રેન્ટ મહિલા કાર્યરત હોય તો તેનો પગાર ધો.૧૦ હજાર દિરહામ એટલે ૧.૮૮ લાખ માસીક હોવો જોઈએ.કેબીનેટે તાજેતરમાં જ વિવિધ પ્રોફેશનલ માટે માઈગ્રેન્ટોના હિત માટે જાહેરાત કરી હતી.

જોકે પગાર ધોરણમાં કોઈ ફેરફારો થાય તો તેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.યુએઈ કેબીનેટે કહ્યું હતુ કે આમ કરવાથી કૌશલ્ય ધરાવતા વિદેશી લોકોને આરબ દેશોમાં સ્થાઈ થવાની તક સાથે પરિવારને પણ લાવવાનો અવસર મળશે. તેથી તેઓ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.