Abtak Media Google News

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સરકારને દરખાસ્ત કરાઈ: આરટીઓમાં પાર્કિંગની જગ્યા બતાવ્યા બાદ જ રજિસ્ટ્રેશન થશે

જો તમે કાર ખરીદવા માંગતા હોવ તો આગામી સમયમાં કારની ખરીદી પહેલા કામના સ્ળે કે ઘરે પાર્કિંગ વ્યવસ છે તેવું આરટીઓને બતાવવું પડશે નહીંતર કારનું રજિસ્ટ્રેશન થશે નહીં. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આવા મતલબની દરખાસ્ત ગૃહ મંત્રાલયમાં કરવામાં આવી છે. જો આ દરખાસ્તને મંજૂરી મળી જશે તો પ્રારંભીક ધોરણે રાજયના મોટા ચાર શહેરોમાં પાલન કરાવવામાં આવશે. ત્યારબાદ ધીમે ધીમે અન્ય સ્ળે પણ અમલી બનાવાશે.

રાજયમાં મોટાભાગના શહેરોને ટ્રાફિકની સમસ્યાી મુશ્કેલી પડી રહી છે. લાખોની સંખ્યામાં લોકો આ સમસ્યાી પીડાય છે. માટે ટ્રાફિક સમસ્યા નિવારણના હેતુી યોગ્ય પગલા લેવાની જરૂરીયાત ઉભી ઈ છે. જેના ભાગરૂપે જો પાર્કિંગની સુવિધાથી હોય તો જ કાર ખરીદીની છુટ આપવાની દરખાસ્ત થઈ હોવાનું જાણવા મળે છે. હાલ શહેરોમાં ટ્રાફિક માટે કોઈપણ જાતની અસરકારક સુવિધાનો અભાવ છે. પરિણામે ગીચતા વધતી જાય છે.વાહન ચાલકો તો ઠીક રાહદારીઓ પણ માર્ગ પર ટ્રાફિકના કારણે સલામત ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ જેવા શહેરોમાં ટ્રાફિકની પારાવાર સમસ્યા જોવા મળે છે. આંકડા મુજબ વર્ષ ૨૦૧૬માં અમદાવાદમાં ૪૩ લાખ, સુરતમાં ૨૫ લાખ, રાજકોટમાં ૧૮ લાખ અને બરોડામાં ૧૯ લાખ વાહનો નોંધાયા હતા. દર વર્ષે વાહનોની સંખ્યામાં આશ્ર્ચર્યજનક રીતે વધારો જોવા મળ્યો છે. લોકોની ખરીદ શક્તિ વધતા વાહનોની ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે હવે આરટીઓમાં નવા વાહનના રજિસ્ટ્રેશન પહેલા પાર્કિંગની જગ્યાનો ખુલાસો કરવો પડશે.

ચીન અને બ્રાઝીલ જેવા વિકાસશીલ દેશમાં તેમજ અન્ય વિકસીત દેશોમાં હાલ આ પ્રકારનો નિયમ છે. જયાં કારની ખરીદી વખતે પાર્કિંગ માટે યોગ્ય જગ્યા છે તેવો ખુલાસો કરવો પડે છે. ભારત જેવા વસ્તી ગીચતા ધરાવતા દેશમાં આ પ્રકારનો નિયમ ખૂબજ આવશ્યક છે. તંત્ર આ મામલે મોડે-મોડે જાગ્યું છે. હવે દરખાસ્તને મંજૂરી મળી જાય તો ટ્રાફિકની સમસ્યા મહદઅંશે રાહત ાય તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

નો-પાર્કિંગ એરીયામાં વાહન પાર્ક કર્યું તો ૨૦૦ ટકા વધુ દંડ

હવે જયાં-ત્યાં પાર્કિંગ કરતા પહેલા ૧૦૦ વાર વિચારવું પડશે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેી અગાઉની સરખામણીએ ૨૦૦ ટકા વધુ દંડ ઉઘરાવવાનો નિયમ ઘડાયો છે. અત્યાર સુધી નો-પાર્કિંગ એરીયામાં વાહન પાર્ક કરનારને રુ.૧૦૦નો દંડ તો હતો. જો કે હવેી આ દંડની રકમ ૨૦૦ ટકા વધારીને રૂ.૩૦૦ કરવામાં આવી છે. આજી જે વ્યક્તિ નો-પાર્કિંગ એરીયામાં વાહન પાર્ક કરશે તેને શહેર ટ્રાફિક પોલીસ રૂ.૩૦૦નો દંડ ફટકારી શકે છે. પાસેથી રૂ.૧૫૦ની જગ્યાએ રૂ.૪૦૦ જયારે ફોર-વ્હીલર પાસેથી રૂ.૨૦૦ની જગ્યાએ રૂ.૬૦૦ વસુલ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસે રેસકોર્સ રોડ, કોટેચા ચોક, પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, ધર્મેન્દ્ર રોડ અને ટાગોર રોડ સહિતના વ્યસ્ત વિસ્તારોમાં પાર્કિંગ એરીયાને પીળા પટ્ટામાં દર્શાવવાની તૈયારી કરી છે. આ પટ્ટાની અંદર વાહન પાર્ક કરનારને દંડ શે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.