Abtak Media Google News

અમદાવાદ સમાચાર

આપણા અમદાવાદે દેશમાં એક અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર બની ગયું છે. હજુ સુધી ભારતમાં એક ઠેકાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આખા શહેરની દેખરેખ થતી નથી પરંતુ હવે અમદાવાદે આ પહેલ કરી દેખાડી છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો એઆઈ દ્વારા આખા શહેર પર બાજ નજર રાખશે અને નાના-મોટા ગુનાઓ પણ પકડાઈ જશે. જોકે સાથે નાગરિકોને પણ ઘણા લાભ થવાના છે જેમ કે રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે તે ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા અને ગંદકીની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.