Abtak Media Google News

૧૦.૫ ટકાનાં વ્યાજદર સાથેનાં બોન્ડ: ચુકવણીનો સમયગાળો માસિક, ત્રિમાસિક અને વાર્ષિક રહેશે

દેશની સૌથી મોટી નાન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓમાંથી એક, આઈઆઈએફએલ ફાઈનાન્સ કાલથી બોન્ડસ માટે પબિલક ઈશ્યુ જાહેર કરશે. જે અંતર્ગત આ અતિશય સુરક્ષાની સાથે ૧૦.૫ ટકાનો વ્યાજદર રજુ કરશે. ૬ ટકા પ્રતિ વર્ષથી ઓછાની બેન્ક ફિકસ્ડ ડિપાઝિટસની તુલનામાં આઈઆઈએફએલ બોન્ડ રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા ૪ ટકા પોઈન્ટ વધુ રિટર્ન આપે છે. આઈઆઈએફએલ બોન્ડસ રિટેલ રોકાણકારોને એવા સમયે વધુ આકર્ષક રીટર્ન આપી રહ્યું છે. જયારે આરબીઆઈ વ્યાજદરોમાં ઘટાડો કરવાની છે અને સ્ટાફ બજાર નકારાત્મક રીટર્ન આપી રહ્યું છે જેની માહિતી આપવા આઈઆઈએફએલનાં વાઈસ પ્રેસીડેન્ટ મહેન્દ્ર પ્રજાપતિએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

આઈઆઈએફએલ બોન્ડસ ૬૯ મહિનાના સમયગાળા માટે ૧૦.૫ ટકાનું સર્વોચ્ચ વ્યાજદર રજુ કરી રહ્યું છે. આ ૧૫ મહીનાનાં ટુંકાગાળા માટે સિકયોર્ડ શ્રેણીમાં ૧૦ ટકા પ્રતિ વર્ષનું વ્યાજ પણ આપી રહ્યું છે. આ બોન્ડસમાં ચુકવણીનો સમયગાળો માસિક, ત્રિમાસિક અને વાર્ષિક છે તથા કૂપન બ્રાન્ડ ઝીરો છે. સિકયોર્ડ શ્રેણીમાં રજુ અન્ય સમયગાળો ૩૯ માસનો છે. કોર્પોરેટ અને ટ્રસ્ટ, જે માત્ર મેટ ચુકવી રહ્યા છે. તે આ બોન્ડસમાં રોકાણ કરી શકે છે. તે ખાસ કરીને ૧૫ મહીનાનાં સમયગાળા માટે રોકાણ કરી શકે છે. જેમાં વ્યાજદર ખુબ આકર્ષક છે. શાર્ટ ટર્મ લિકિવડિટી ટાઈટનિંગનાં ચાલતા, ૧૫ મહીનાનાં બ્રાન્ડસનું મુલ્ય ખુબ જ ઓછું છે. આ એકમોનું ૧૦ ટકાનાં વ્યાજદર ટેકસ સમાયોજિત કરવા પર ખુબ જ આકર્ષક થઈ જાય છે. આ રીતનું કોઈ અન્ય રોકાણ આટલું સારું રિટર્ન નથી આપતું.

આઈઆઈએફએલ બોન્ડ ૧૦૦૦ રૂ.ના ફેસ વેલ્યુ પર પ્રકાશિત કરવામાં આવશે અને દરેક શ્રેણીઓમાં આવેદનનો ન્યૂનતમ આકાર ૧૦,૦૦૦ રૂપિયા હશે. આના પબ્લિક ઈશ્યુ ૬ ઓગસ્ટ, ૨૦૧૯એ શરૂ થશે અને ૩૦ ઓગસ્ટ, ૨૦૧૯એ બંધ થશે. આમાં અર્લી ફલોઝરનો વિકલ્પ પણ છે. ફાળવણી પહેલા આવો, પહેલા મેળવોનાં આધારે કરવામાં આવશે. આઈઆઈએફએલ ફાયનાન્સનો સફળ એનપીએ ૧.૯ ટકા છે અને કુલ એનપીએ ૦.૬ ટકા છે. ટોટલ કેપિટલ એડિકવેસી ગુણોતર (સીએઆર) માર્ચ ૨૦૧૯નાં અંતમાં ૧૯.૨ ટકા હતો જેમાં ૧૬.૦ ટકાની ટિયર-૧ કેપિટલ છે. જયારે આના માટે કાનુની જરૂરિયાત ક્રમશ: ૧૫ ટકા અને ૧૦ ટકા છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં આઈઆઈએફએલ ફાઈનાન્સે ૭૧૭.૪ કરોડ રૂપિયાનો પ્રાફિટ ટેકસ નોંધાવ્યો, જે ૧૮.૩ ટકાની ઈકિવટી પર મજબુત રીટર્નની સાથે વર્ષનાં ૫૫ ટકા વધુ છે. આના વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓની સાથે મજબુત સંબંધ છે. ક્ષણિક ઉધાર સ્ત્રોતો પર નિર્ભરતા, એટલે કે કોમર્શિયલ પેપર (સીપી) ખુબ જ ઓછું છે અને કંપની ૨૦૧૮નાં આઈએલ અને એફએસ સંકટથી સીપી માર્કેટમાં ડ્રાઈ ડાઉનથી સફળતાપૂર્વક બહાર નીકળી આવી. ફંડનાં સ્ત્રોતરૂપે સીપીએ આ સપ્ટેમ્બર ૨૦૧૮માં ૨૪ ટકાથી ઘટાડીને માર્ચ ૨૦૧૯નાં અંતમાં ૧૨ ટકા કરી દીધો. ઈશ્યુનાં લીડ મેનેજર એડેલવીસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ., આઈઆઈએફએલ સિકયોરિટીઝ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિકયોરિટીઝ અને ટ્રસ્ટ એડવાઈઝર્સ પ્રા.લિ. છે. રોકાણકારોને લિકિવડિટી આપવા માટે એનસીડીને બીએસઈ લિમિટેડ પર અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટેડ કરવામાં આવશે.

આવનારા દિવસોમાં બજારની સ્થિતિમાં જોવા મળશે સુધારો જ્યારે દેશની ર્અથ વ્યવસ પણ થશે મજબૂત: મહેન્દ્રભાઈ પ્રજાપતિ

આઈઆઈએફએલ ફાયનાન્સના વાઈસ પ્રેસીડેન્ટ મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ‘અબતક’ સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ જે રીતે એનબીએફસી ક્ષેત્રની બેંકોની જે સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે તેના અનેકવિધ કારણો છે. જેમાનો એક કારણ એ છે કે, જે કંપનીઓ જે ક્ષેત્રમાં લોન આપે છે તે ક્ષેત્રમાં તેઓને કેટલું વળતર કે નુકશાની ભોગવવી પડશે તેનું ગણીત રહેતું નથી. ત્યારે એનબીએફસીની ઘણી ખરી એવી કંપની છે કે જે ધિરાણ આપે છે અને તેમની સ્થિતિને સહેજ પણ તકલીફ પડતી નથી.

વધુમાં તેઓએ ભારત દેશની તરલતા પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે, હાલ દેશમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. પરંતુ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે જોતા આવનારા દિવસોમાં દેશની ર્અથ વ્યવસમાં ઘણો ખરો સુધારો આવશે. વિશ્વાશ છે કે, આવનારા દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે. ત્યારે જે રીતે બજારને બેઠી કરવા માટે તરલતા જરૂરી છે તે સરકારના પ્રયત્નો દ્વારા પૂર્ણ થશે.

વધુમાં મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ‘અબતક’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, શેરબજારમાં લોકોને ભરોષો જાણે ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ પ્રકારની સ્થિતિ આગામી ૫ થી ૬ માસ સુધી જ રહેશે બાદ તેમાં સુધારો પણ જોવા મળશે. સવિશેષ વાત કરવામાં આવે તો તેઓએ કહ્યું હતું કે, કોઈપણ ર્અથ વ્યવસ કે ર્અથ તંત્ર માટે શેરબજાર તેનો માપદંડ બની રહેતું હોય છે ત્યારે અનેકવિધ યોજનાઓ જે સરકાર દ્વારા લાવવામાં આવી રહી છે તેને જોતા શેરબજારમાં સુધારો થશે પરંતુ તે લાંબા ગાળાનું વિઝન છે. અંતમાં તેઓએ નરેન્દ્ર મોદીના પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમીના સ્વપનને લઈ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો આ સ્વપ્ન સાકાર કરવું હોય તો શોર્ટ ટર્મ નહીં એટલે કે ટૂંકાગાળા માટે નહીં પરંતુ લાંબાગાળે આ સ્વપ્ન સાકાર તું જોવા મળશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે આરબીઆઈમાં વ્યાજદરમાં ઘટાડો, તરલતામાં વધારો તા જે રીતે જીએસટી સ્થિત થયું છે અને લોકોનો ભરોસો જીએસટી પર બેસ્યો છે તે જોતા આવનારા દિવસોમાં ભારત દેશ માટે જે પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન સેવવામાં આવ્યું છે તે પરિપૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.