Abtak Media Google News

ગુજરાત સરકારના ઇ-નગર વેબ પોર્ટલ પર એપ્લીકેશન કરવાની રહેશે: રોડ કે સરકારી જમીન પર ખડકાયેલા બાંધકામો નિયમિત નહીં થાય: માર્જીન પાકિંગના દબાણોને કાયદેસર કરાશે

ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં ગેરકાયદે ખડકાયેલા બાંધકામોને નિયમિત કરવા માટે રાજય સરકાર દ્વારા ગત 17મી ઓકટોબરના રોજ વટહુકમ લાવી  ઇમ્પેકટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. આગામી 16મી ફેબ્રુઆરી 2023 સુધીમાં ગેરકાયદે બાંધકામોને નિયત ચાર્જ વસુલી કાયદેસરનું સ્વરુપ આપવામાં આવશે. રોડ કે સરકારી જમીન પર ખડકાયેલા બાંધકામો સિવાયના તમામ ગેરકાયદે બાંધકામોને નિયમીત કરવામાં આવશે.

Advertisement

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજય સરકાર દ્વારા ગત 17 મી ઓકટોબરના રોજ રાજયમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા માટે 11 વર્ષના લાંબા અંતરાલ બાદ ઇમ્પેકટ ફીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વટહુકમમાં 1ર0 દિવસ સુધી ગેરકાયદે  બાંધકામોને નિયમિત કરાવી શકાશે જેમાં જે મિલકત ધારક પોતાની માલીકીની મિલકત નિયમિત કરાવવા ઇચ્છતા હોય તેઓએ રાજય સરકારના ઇ-નગર પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ માટે અરજદારે રેરા કે ફાયર વિભાગના એનઓસી સબમીટ કરવાની કોઇ જ જરુરત રહેશે નહીં. ઇ-નગર પોર્ટલ પર જે અરજી આવશે તેને સંબંધીત સ્થાનીક સ્વરાજયની સંસ્થાને મોકલી દેવામાં આવશે આ સંસ્થાઓ દ્વારા અરજીની ચકાસણી કર્યા બાદ અનિયમિત  બાંધામને નિયમિત કરવા અંગે નિર્ણય લેશે.

ટીપી રોડ, સ્ટેટ કે નેશનલ હાઇવેના રોડ, કોર્પોરેશનના અનામત પ્લોટ, સ્થાનીક સ્વરાજયની સંસ્થાના અનામત પ્લોટ, સરકારી જમીન, રેલવેની જમીન, એરપોર્ટ ઓથોરીટીની જમીન, વોટર વે (વોંકળા), સ્મશાન, કબ્રસ્તાન કે ફાયર એકટમાં જયાં વધુ બાંધકામ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તે બાંધકામો નિયમિત કરવામાં આવશ નહી. માર્જીન – પાકિંગમાં કરવામાં આવેલું વધારાનું બાંધકામ તથા કોમર્શિયલ મિલકતમાં 50 ટકા કે તેથી વધુ પાકિંગ ખુલુ રહેતું હોય અને બાકીના વિસ્તારમાં કરવામાં આવેલું  વધારાનું બાંધકામ નિયમિત કરાવી શકાશે. હાલ વિધાનસભાની  ચુંટણીનો ધમધમાટ ચાલુ હોવાના કારણે હજી ઇમ્પેકટ ફી માટે લોકો અરજી કરતાં નથી.  પરંતુ 10મી ડિસેમ્બર બાદ ઇમ્પેકટ ફીનો કાયદો સફળ બનાવવા માટે તંત્ર હરકતમાં આવશે.

ઇમ્પેકટ ફીના કાયદા 50 ચોરસ મીટર સુધીનું બાંધકામ 3 હજાર રૂપિયા ભરી, પ0 થી 100 ચોરસમીટર સુધીનું બાંધકામ 6 હજાર રૂપિયા ભરીને, 100 થી 200 ચોરસ મીટર સુધીનું બાંધકામ 1ર હજાર રૂપિયા ભરીને, 200 થી 300 ચોરસ મીટર સુધીનું બાંધકામ ર4 હજાર રૂપિયા ભરીને જયારે 300 ચોરસ મીટરથી વધુનું ગેરકાયદે બાંધકામ 18 હજાર રૂપિયા ઉપરાંત પ્રતિ ચોરસ મીટર 150 રૂપિયા ભરી નિયમીત કરી શકાશે. 2011માં જયારે ઇમ્પેકટ ફીનો કાયદો આવ્યો ત્યારે રાજકોટમાં 4600 બાંધકામો નિયમીત કરવામાં આવ્યા હતા.  આ વખતે  પ થી 7 હજાર બાંધકામ નિયમીત થાય તેવી સંભાવના છે. ગેરકાયદે બાંધકામો ઇમ્પેકટ ફી અંતર્ગત 16મી ફેબ્રુઆરી 2023 સુધી નિયમીત કરાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.