Abtak Media Google News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 હજાર અરજીઓને નામંજૂર કરી !!!

ગુજરાત રાજ્ય હાલ એક તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ઘણા ગેરકાયદે બાંધકામો સામે આવ્યા છે . એટલુંજ નહીં સરકાર દ્વારા નિયમો વધુ આકરા કરી દેવામાં આવતા હવે ગેરકાયદે થયેલા બાંધકમોને નિયમિત કરવા માટે સરકાર સમક્ષ અનેક અરજીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે ફરી એક વખત આકરું વલણ અપનાવ્યું છે અને ગેરકાયદે બાંધકામોને નિયમિત ન કરવા પણ તાકીદ કરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જે કોઈએ અતિરેક રૂમ અથવા તો ફ્લોર બનાવી દીધો હોઈ તેઓને ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલોપમેન્ટ ઓર્ડિનન્સ 2022 હેઠળ નિયમિત નહીં કરી શકાય. આ કાયદા હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવેલી આશરે 10 હજારથી વધુ અરજીઓ નામંજૂર કરી દીધી છે.

Advertisement

તેઓએ અમુક કિસ્સામાં એનઓસીની પણ માંગણી કરી છે. સરકારી એજેન્સી દવારા બનાવવામાં આવેલી કોલોની અથવા તો  સોસાયટીમાં કરવામાં આવેલું હોઈ પણ પ્રકારનુંર ગેરકાયદે બાંધકામ મંજુર નહીં કરવામાં આવે તેવી સરકારે સ્પષ્ટ સૂચના આપી છે અને તે અંગે તાકીદ પણ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ સ્કીમ હેઠળ ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને માન્યતા એટલે કે નિયમિત નહીં કરી શકાય. ગુજરાત હાઉસિંગ બોર્ડ દવારા આપવામાં આવતા એનઓસીની પ્રક્રિયા અત્યંત જટિલ અને લાંબી છે ત્યારે હવે એપાર્ટમેન્ટ વાળા બાંધકામોને એનઓસી માટેજ અરજીઓ સ્વીકારાશે અને તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આ અંગેનો ઠરાવ સરકારે 18 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો હતો. જીઆરયુડીઓ 2022 અંતર્ગત અરજદારોએ ઇ-નગર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગેનું સર્ક્યુલર મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને ઈંપેક્ટ ફીની યોગ્ય અમલવારી કરવા માટે અધિકારીઓને પાવર પણ હસગત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1115 અરજીઓ બાંધકામનવા નિયમિત કરવા માટેની આવી છે. અને અરજીઓ વિવિધ સ્ટેજ હેઠળ પહોંચી છે. હાલ જે રીતે અમદાવાદમાં સ્થિતિ ઉદ્ભવીત થયેલી છે તેજ રીતે આવનારા સમયમાં રાજકોટમાં પણ સ્થિતિ ઉભી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.