Abtak Media Google News

આઈએમએફએ ત્રણ વર્ષ માટે રકમ આપતા આર્થિક કંગાળ બની ગયેલા પાકિસ્તાનની અર્થતંત્રને ઓક્સિજન મળ્યા જેવી સ્થિતિ

પાકિસ્તાનની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા વર્લ્ડ બેંકના ઈમરજન્સી મોનીટર ફંડમાંથી સહાય  મેળવવાનો પ્રયાસો અંતે સફળ થયા હોય તેમ વિશ્વ બેંકમાંથી પાકિસ્તાનને ત્રણ વર્ષની મુદત માટે છ લાખ બિલિયન ડોલરની સહાય મેળવવાના દરવાજા ઉઘડી જતા ગંભીર આર્થિક કટોકટીમાં ફસાયેલા પાકિસ્તાનને હાથ ઉછીના નાણાથી હંગામી રાહત મળી છે.

પાકિસ્તાનને ઘણા લાંબા સમયથી ઈન્ટર નેશનલ મોનિટરિંગ ફંડ (આઇએમએફ) સમક્ષ નાણાંની માંગણી મૂકી હતી જે અંગે રવિવારે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અને લાંબા સમયની અટકી પડેલી સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા હોવાનું નાણામંત્રી ડો.અબ્દુલ હફિઝ શેખે જણાવ્યું હતું આ માટે નિષ્ણાતોની એક સમિતિ સાથે વિશ્વ બેંકની (આઇએમએફ) સંસ્થાએ કરાર કર્યા છે

પાકિસ્તાનને ત્રણ વર્ષની મુદત માટે ૬ બિલિયન અમેરિકન ડોલર ભંડોળ આપવા આઈએમએફ રાજી થઈ ગયું છે પાકિસ્તાન અત્યારે સંપૂર્ણપણે દેવાળીયાની સ્થિતિમાં ગરકાવ થઇ ગયું છે મમ-મમના ફાફા જેવી પાકિસ્તાનની હાલત સરકાર પાસે અર્થતંત્ર ચલાવવા માટે ફૂટી કોડી પણ હાથ પણ નથી ત્યારે પાકિસ્તાન માટે વિશ્વ બેન્કની આ સહાય ડૂબતાને તરણાની જેવી બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.