Abtak Media Google News
  • 4068 દારૂની બોટલ અને 240 બિયરના ટીન સાથે બે શ્રમિકોની ધરપકડ : રૂ. 27.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘઉંના જથ્થાની આડમાં છુપાવી લાવવામાં આવતા દારૂના મોટા જથ્થાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન લીલી સાજડીયાળી સિમ વિસ્તારમાં ઘઉંના જથ્થાની આડમાં દારૂ બીયરનાં જથ્થાનું કટિંગ થઇ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળતા સ્થળ પર રેડ કરતા ગેરકાયદે દારૂ બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રેડ કરતા સ્થળ પરથી કુલ 14.14 લાખનો દારૂ બિયરનો જથ્થો તેમજ 12.25 લાખ કિંમતના 3 વાહનો તેમજ 1.41 લાખ કિંમતના 90 બાચકા ઘઉંના મળી કુલ 27.97 લાખનો મુદામાલ કબ્જે કરી પરષોત્તમ મકવાણા અને પ્રકાશ રાઠોડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે તપાસ દરમિયાન દારૂ જથ્થો મોકલનાર મંગાવનાર સહીત અન્ય 5 શખસોના નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

રાજકોટ નજીકના લીલી સાજડીયાળી ગામે ઘઉંના જથ્થાની આડમાં અંગ્રેજી દારૂનું કટીંગ થઈ રહ્યું હતું ત્યારે ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રૂ.14.14 લાખના અંગ્રેજી દારૂ અને બીયરના જથ્થા સાથે બે શ્રમિકોને ઝડપી લઈ દારૂ મંગાવનાર અને મોકલનારની શોધખોળ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયાએ ચોકકસ બાતમીના આધારે લીલી સાજડીયાળી ગામના આલાસર સીમ તરીકે ઓળખાતા ખરાબા વિસ્તારમાં દરોડો પાડયો ત્યારે ઘઉંના જથ્થાની આડમાં અંગ્રેજી દારૂનું કટીંગ થઈ રહ્યું હતું.

Liquor-Beer Worth Rs.14 Lakh Smuggled Under The Guise Of Wheat Was Seized From The Outskirts Of Leeli Sajdiali Village.
Liquor-beer worth Rs.14 lakh smuggled under the guise of wheat was seized from the outskirts of Leeli Sajdiali village.

સ્થળ પરથી ક્રાઈમ બ્રાંચે રૂ.14.14 લાખની કિંમતનો 4068 અંગ્રેજી દારૂની બોટલ અને 240 બીયરના ટીનનો જથ્થો કબ્જે કરી લીલી સાજડીયાળી ગામે જ રહેતા બે શ્રમિકો પરશોતમ પરબત મકવાણા અને પ્રકાશ ડાયાભાઈ રાઠોડને ઝડપી લીધા હતા. આ ઉપરાંત ટ્રક, સ્વીફટ કાર, બાઈક, મોબાઈલ ફોન, 90 બાચકા ઘઉં, બનાવટી બીલ્ટી, ઈન્વોઈસ અને ઈ-વે બીલના કાગળો વગેરે મળી કુલ રૂ.27.97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દારૂ મંગાવનાર – મોકલનાર સહીત કુલ 5 શખ્સોને ફરાર જાહેર કરાયા : શોધખોળ

ક્રાઈમ બ્રાંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર બંને શ્રમિકોની પુછપરછમાં દારૂ મંગાવનાર તરીકે લીલી સાજડીયાળીના લાખાભાઈ સંગ્રામભાઈ ઘીયડનું નામ ખુલ્યું છે. તેને ઉપરાંત દારૂ મોકલનાર તથા વાહનોના ચાલકોને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. દારૂનો જથ્થો ખરેખર કયાંથી આવ્યો હતો તે વિશે ક્રાઈમ બ્રાંચને કોઈ ચોકકસ માહિતી મળી નથી.

આલાસર સીમમાં કટીંગ થઇ રહ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી

લીલી સાજડીયાળી ગામની આલાસર સીમ નામે ઓળખાતા વાડી વિસ્તારમાં ઘઉંની આડમાં લવાયેલો દારૂના જથ્થાનું કટીંગ થઇ રહ્યું હતું દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રાટકી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યાંથી બે શ્રમિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે દારૂ મંગાવનાર અને મોકલનાર સહીતની વિગતો મેળવી આ તમામ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.