Abtak Media Google News

“કુદરત કે ઘર દેર હૈ અંધેર નહીં

પાક.ને મળેલી સબસિડી માત્ર બે માસમાં પૂર્ણ: ફુગાવો પહોંચ્યો ચરમસીમાએ

પાકિસ્તાનમાં હાલ ફુગાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને જો વધુ વાત કરવામાં આવે તો પાકિસ્તાનને જે સબસીડી મળેલી હતી તે પણ માત્ર બે માસમાં જ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ ઈમરાન ખાન સરકારને ભુખ મરો ભરખી જશે તે વાત પણ સામે આવી રહી છે ત્યારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી નાપાક હરકતોને લઈ કુદરત પણ પાકિસ્તાનનો જાણે સાથ છોડી દીધો હોય તેવું લાગી રહ્યું છે.

પાકિસ્તાનમાં વધતા જતાં પેટ્રોલના ભાવમાં આવકથી વધારે ખર્ચની રકમ વધતી ગયેલી છે ત્યારે ટેકસી ડ્રાઈવર કે જે પાકિસ્તાનમાં ટેકસીનો વ્યવસાય ચલાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ગરીબોના મસીહા બનીને ઈમરાન ખાન જે પાકિસ્તાનના તારણહાર બનશે તેવા સ્વપ્ન દેખાડયા હતા.

તે સપનાઓ મોંઘવારીના કારણે ભાંગીને ભુકો થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન દ્વારા દેશમાંથી મોંઘવારી દુર કરવાના વચનો આપ્યા હતા પરંતુ તેમના જ શાસનમાં હાલ અત્યારે છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે. ઘણા પાકિસ્તાની લોકોએ ઈમરાન ખાનના ગરીબી હટાવો અને રોજગારી આપીને એક વિકસિત ઈસ્લામિક દેશ બનવા માટેના જે સ્વપ્નો દેખાડયા હતા તેના ઉપર હજારો લોકોએ ભરોસો જે મુકયો હતો તે પણ તુટી ગયો છે.

ઈમરાન ખાને ગરીબીની કમર ભાંગી નાખવાનું પણ વચન આપ્યું હતું ત્યારે ટેકસી ડ્રાઈવર સુલતાને જણાવ્યું હતું કે, ઈમરાન ખાનના શાસનમાં ગરીબીની કમર ભાંગવાના બદલે ગરીબો જ ભુખે મરી રહ્યા છે. ૧૯૮૦થી સુઝુકી મહેરાનની ટેકસી ચલાવતા સુલતાને જણાવ્યું હતું કે, ઘણી વખત મને લાગે છે કે, આ ટેકસીને સળગાવી દઉ. પેટ્રોલનો ખર્ચ એટલો થઈ જાય છે કે કમાણી તો દેખાતી જ નથી.

પાકિસ્તાન સરકાર દેશના અર્થતંત્રને બેવડુ કરવા આંતરરાષ્ટ્રીય ભંડોળ પર નજર રાખીને બેઠું છે. ૮.૫ બિલીયનનો વિદેશી ભંડોળ દેશના અર્થતંત્રનો બેડો પાર કરશે એવી આશા સેવાઈ રહી હતી પરંતુ તેમાં પણ કાંઈ વળ્યું નથી. નવેમ્બર-૨૦૧૩માં ફુગાવો ૯.૯૪ ટકા પહોંચી ગયો હતો ત્યારે પાકિસ્તાનમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓ ખોરાક અને ઈંધણના ભાવમાં બમણો વધારો જોવા મળ્યો હતો.

ઈમરાન ખાનના પરીવર્તનના સુત્રને લાહોરના સામાજીક આગેવાન પાકિસ્તાનના વડાપ્રધાન ઉપર આક્ષેપ લગાડયા હતા કે, દેશને દેવામાં ડુબાડી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં દૈનિક ૧૦૦૦ થી ૧૩૦૦ રૂપિયા કમાતા તાલીમબઘ્ધ કારીગરો અને ૬૦૦ થી ૮૦૦ કમાતા મજુરો માટે પેટ્રોલનો ભાવ કમાણીના મોટાભાગનો ખેંચનારો બની રહ્યો છે. પેટ્રોલનો ભાવ વધારો, જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ અસરકારક સાબિત થઈ છે.

પાકિસ્તાનના મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, મોંઘવારીના ફુગાવાને કાબુમાં રાખવા માટે ઈંધણના ભાવ મર્યાદિત રાખવા જરૂરી છે. જો આ પરિસ્થિતિ આવનારા સમયમાં રહેશે તો એક જ મહિનામાં મોંઘવારી અને ફુગાવો ડબલ જઈ જશે. ત્યારે પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ભંડોળમાંથી પાકિસ્તાનને મદદ મળી રહેશે ત્યારે પાકિસ્તાને ચીન પાસેથી મદદની ગુહાર લગાવી છે.

સાઉદી અરબ, યુએઈને પણ મદદ માટે રાજી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને અખાતના મિત્રો પાકિસ્તાનને ૧૧ બિલીયન ડોલરની લોન આપવાની તૈયારી દાખવી છે. પાકિસ્તાન સરકારે જણાવ્યું હતું કે, દેશની આર્થિક સ્થિતિ સુધારવા અને ફુગાવવાના દર ઘટાડવા વિદેશી હુંડીયામણ બચાવવા માટે આયાત ઘટાડીને નિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટેકસટાઈલ્સ માટે નવા ઈકોનોમીક ઝોન કે જે નવા રોકાણકારોને આકર્ષી રહ્યા છે ત્યારે હાલ પાકિસ્તાન કર વેરાની આવકમાં વધારો અને વસુલાતની કામગીરીમાં પણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

પાકિસ્તાનના માહિતી મંત્રીએ જણાવ્યું હતું કે, થોડા દિવસો બાદ સારા દિવસો પાકિસ્તાન માટે આવી રહ્યા છે. સરકારે દેશને શકિતશાળી, આર્થિક રીતે સઘ્ધર ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું જે વચન આપ્યું હતું ત્યારે હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે પરંતુ તે આવનારા દિવસોમાં ખુબ જ સારી પરિસ્થિતિમાં પાકિસ્તાન દેશ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.