રાજકોટ: રેલવે સ્ટેશનથી પેઇન્ટર દારૂ બિયરના જથ્થા સાથે ઝડપાયો

મેલમાંથી ઉતરતા તાલાલાના શખ્સ પાસેથી 5540 નો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર આવતી-જતી ટ્રેનોમા  પેસેન્જરોની વોચમા હાજર હતા તે દરમીયાન  રાજકોટ રેલ્વે સ્ટેશન પ્લે નં 01 ઉપર આવેલ સી.મેલ એક્સ ટ્રેનના પાછળના જનરલ ડબ્બામાંથી ઉતરતી વખતે પો.કોન્સ સંતોષભાઇ ભીખુભાઇ તેમજ પો.કોન્સ. અનિરૂદ્ધસિંહ દિલીપસિંહ નાઓએ આરોપી નામે અનિલ સ/ઓ તલશી ડાભી જાતે દેવીપુજક (ઉ.વ.22) ધંધો, કલરકામ રહે.તાલાળા ગીર, નરસંગ ટેકરી, ખાડીયા વિસ્તાર જી.ગીર સોમનાથ વાળાને પોતાના કબ્જામાં રાખેલ મરૂન કલરના થેલામાં  નંગ  કુલ નંગ – 16 કિ.રૂ.2240/- નો  અને બીયરના ટીન નંગ 16 મળી કુલ 12500 મીલી દારૂ કિ.રૂ 5440/-નો તેમજ મરૂન કલરના થેલા ની કિ.રૂ.100/- ગણી ઘેલા સાથે નો કુલ કિમત કિ.રૂ.5540/- નો મુદામાલ મુદ્દામાલ સાથે પકડી પાડી અટક કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

સદર કામગીરીમા એલ.સી.બી. પ.રે.રાજકોટ ના ઙજઈં ઝેડ.વી.રાયમા તથા એ.એસ.આઇ. હરીશચન્દ્રસિંહ સરફરાજહુસેન નુરમહમદભાઇ, દિનેશભાઇ સોસા પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ હરપાલસિંહ સરદારસિંહ, પો.કોન્સ. જયવીરસિંહ વનરાજસિંહ ધર્મેન્દ્રસિંહ રામસંગ,તેજસભાઇ આર.દિવ્યરાજસિંહ કે., યોગીરાજસિંહ એક, સંતોષભાઇ બી. અનિરૂધ્ધસિહ ડિ. નાઓએ ટીમવર્ક કરી સારી કામગીરી કરેલ છે.