Abtak Media Google News

એરપોર્ટ પોલીસે 4248 બોટલ શરાબ, વાહન અને મોબાઇલ મળી રૂ. 26 લાખનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર આવેલી એરપોર્ટ પોલીસ મથકના ચેક પોસ્ટ પાસેથી ટ્રકમાં જીરાના ભુસાની આડમાં છુપાવેલો રૂ. 17 લાખની કિંમતનો વિદેશી દારુના જથ્થા સાથે ટ્રકના ચાલકની ધરપકડ કરી રૂ. 26 લાખનો મુદામાલ કબ્જે કરી હરિયાણાના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના પર્વમાં કાયદા અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી દારુ જુગારની બદલ ડામવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ. જી.એમ. હડીયા સહીતના સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

એરપોર્ટ પોલીસ મજકની ચેક પોસ્ટ પાસે પી.એસ.આઇ.  વી.સી. પરમાર સહીતના સ્ટાફે વાહન ચેકીંગમાં હતા ત્યારે એચ.આર. 65 7996 નંબરના ટ્રકમાં વિદેશી દારુનો જથ્થો આવી રહ્યાની કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે વિક્રમસિંહ સોલંકી, કેશુભાઇ અને દિવ્યરાજસિંહ ચુડાસમાએ ગોઠવેલીવોચ દરમ્યાન ઉપરોકત નંબરના નિકળેલા શંકાસ્પદ વાહનને અટકાવી તલાસી લેતા જેમાં જીરાના ભુસાની અને મમરાની બોરીની આડમાં રૂ. 17 લાખની કિંમ્તનો 4248 બોટલ વિદેશી દારુ સાથે ટ્રકનો ચાલક પ્રવેશ ઓમપ્રકાશ ધાનકની ધરપકડ કરી રૂ. 26.03 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાથમિક પુછપરછમાં આ દારુનો જથ્થો દિપક બલરાજ જાટ નામના શખ્સે મોકલ્યાનું ખુલતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.