Abtak Media Google News

સૌરાષ્ટ્રના ૧રપથી વધુ ડિલરો સાથે હેવી ડયુટી સિરીઝ ‘મેગા ટન’એ.સી.નું કર્યુ લોન્ચીંગ

ઉનાળાની શરૂઆત થતાં જ માર્કેટમાં અત્યારથી જ લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં વધુ પડતા લોકો એ.સી. ની ખરીદી તરફ વળ્યા છે. ત્યારે યુરેકા ફોર્બ્સ કંપની પણ આ વખતે ગ્રાહકોને કંઇક નવું આપવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના અંતર્ગત યુરેકા ફોર્બ્સ કંપની દ્વારા એ.સી. લોન્ચ કરવામાં આવ્યા. રાજકોટની સયાજી હોટેલ ખાતે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી યુરેકા ફોર્બ્સના ૧૨૫થી વધુ ડિલરોની મીટીંગ  યોજવામાં આવી. સાથે સાથે યુરેકા ફોર્બ્સના હેવી ડયુટી સીરીજ ‘મેગા ટન’એ.સી.નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ડિલરોને લગતા વિવિધ પ્રશ્ર્નોનું પણ નીરાકરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રમાંથી યુરેકા ફોર્બ્સનું કાર્યભાર સંભાળતા શ્રી ઇલેકટ્રોનિકસના ઓનર અનીશભાઇ શાહ તેમજ તેમના પુત્ર મીત શાહ દ્વારા આ આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2020 03 13 19H45M24S839

આ ઉપરાંત દિલ્હીથી ખાસ ઉ૫સ્થિત યુરેકા ફોર્બ્સના ગુજરાત હેડ રાજેશ પુમેથાએ હાજરી આપી ડિલર મિત્રોને ડો. એ.સી. માટેનું

માર્ગદર્શન આપ્યું હતું. ‘અબતક’સાથેની ખાસ વાતચીત દરમિયાન રાજેશભાઇએ યુરેકા ફોર્બ્સ વિશે ગ્રાહકોને ખાસ મેસેજ આપ્યો હતો.

6.Saturday 1 1

રાજેશભાઇએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે યુરેકા ફોર્બ્સ લોકોના હેલ્થની સલામતી વિશે સવિશેષ ઘ્યાન આપે છે. અને યુરેકા ફોર્બ્સ પહેલેથી જ પ્યુરીફીકેશનમાં માને છે. અને વિવિધ પ્રોડકટમાં પણ પ્યુરીફેકેશનનો ખાસ ઉપયોગનો આગ્રહ રાખે છે. બે વર્ષ પહેલા ઇન્વર્ટર કેટેગરી સીરીઝ લોન્ચ કરી હતી માર્કેટમાંથી ભરપુર રીસ્પોન્સ મળ્યા બાદ હવે યુરેકા ફોર્બ્સ હેવી ડયુટી સીરીઝને લોન્ચ કર્યુ છે. જેમાં એક ટન, બે ટન, નહીં પરંતુ ‘મેગા ટન’સાથે માર્કેટમાં આવી રહ્યા છીએ. આ ઉપરાંત કોમર્શીયલ માટે પણ સ્પેશ્યલ એ.સી. ઓફીસ અને કોર્પોરેટ માટે લોન્ચ કર્યા છે.

યુરેકા ફોર્બ્સ માત્ર એર ક્ધડીશ્નર નહિં પરંતુ હેલ્થ ક્ધડીશ્નર બનાવે છે. જે લોકોની હેલ્થ વિશે ખાસ ઘ્યાન રાખે છે જેમાં અત્યારના સમય પ્રમાણે વધુમાં વધુ ફરતા બેકટેરીયા અને જમ્સને પ્યુરીફાઇ કરી અને બેકટેરીયા ફ્રિ વાતાવરણ ગ્રાહકોને આપે છે. જેથી ગ્રાહકો બિમાર ના પડે અને લાંબુ આયુષ્ય ભોગવી શકે આ માટે ખાસ યુરેકા ફોર્બ્સના દરેક હેલ્થ ક્ધડીશ્નરમાં એકટીવ

શીલ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા યુરેકા ફોર્બ્સ ઓફિરીયલી છે કે અમે લોકો ૯૯.૯ ટકા બેકટેરીયા ફ્રિ વાતાવરણ આપી શકીએ છીએ.

ગ્રાહકોએ ખાસ કરીને પોતાનો કેટલા એરીયામાં એ.સી. નો ઉપયોગ છે તે ઘ્યાન રાખીને તે પ્રમાણેનું એ.સી. ખીરદવું જોઇએ. એરીયા કરતાં મોટી સાઇઝનું એ.સી. લગાડવાથી પાવરનો વપરાશ વધી જાય છે તેમજ કુલીંગનું પર્ફોમેન્સ ધટી જાય છે. એટલે પ્રોપર એરીયા પ્રમાણે પ્રોપર ટનનું એ.સી. રાખવું જોઇએ.

ડિલર મિત્રોના સહયોગથી અત્યારે યુરેકા ફોર્બ્સ આગળ વધી રહ્યું ે. તો હુઁ યુરેકા ફોર્બ્સના તમામ ડિલર મિત્રોનો આભાર માનું છું. તેમની મહેનત તેમજ તેમનો યુરેકા ફોર્બ્સ પરનો વિશ્ર્વાસ અને ખાસ કરીને જે હેલ્થ ક્ધડીશ્નરની અવેરનેસ ઉભી કરી છે તે ખુબ જ સરાહનીય છે.

આ ઉપરાંત તમામ યુરેકા ફોર્બ્સના કસ્ટમર, ડિલર મિત્રો તેમજ અનીશભાઇનો આભાર માનું છું. કે ખુબજ ટુંકા સમયમાં યુરેકા ફોર્બ્સને ઝડપથી સાથ અને સહકારથી આગળ વધારી અને અલગ જ લેવલ ઉભું કર્યુ છે. યુરેકા ફોર્બ્સ પણ કસ્ટમર તેમજ ડિલર મિત્રોને ફાયદો થાય લોકોની હેલ્થ જળવાઇ રહે તેની હર હંમેશ કાળજી રાખશે તે વિશ્ર્વાસ યુરેકા ફોર્બ્સ વતી હું આપું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.