Abtak Media Google News
  • પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ રહે ત્યાં દિવસ અને બાકીના ભાગમાં રાત હોય છે: પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે દિવસ રાત થાય છે
  • રોમન અને ઇજિપ્તમાં પ્રાચીન કાળથી મઘ્યરાત્રી એ દિવસની શરુઆત ગણાય છે. રાત્રીના બાર પછી એક લખાય પણ તેના સ્થાને  13 લખાય છે: ર4 કલાકનું ચક્ર વાસ્તવમાં ર7 કલાક, 56 મિનિટ અને 4.09 સેક્ધડનું જ હોય છે

1 5 2

આજના યુગમાં મોબાઇલમાં બાર કલાક અને ર4 કલાકના સમય મુજબ કલોકની સવલત અપાય છે. પૃથ્વી પર વિવિધ દેશો આવેલા હોવાથી અને પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ રહે ત્યાં દિવસ અને બાકીના ભાગમાં રાત હોય છે. આપણી પૃથ્વી ધરી પર ફરતી હોવાથી જ દિવસ-રાત થાય છે. પહેલાની લાઇફ સ્ટાઇલમાં રાત્રીના 9 વાગે બધા મીઠી નીંદર માણવા લાગતા અને વહેલી સવારે ચકલા બોલે એટલે ઉઠી જતાં હતા, જે આજે સાવ ઉલ્ટું થઇ ગયું છે. ભૌગોલિક અને ખગોળીયા ઘટનાને કારણે વર્ષમાં એકવાર સૌથી લાંબો દિવસ કે રાત્રી આવે છે.

આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાંનો ટાઇમ અને અન્ય દેશોના સમયમાં પણ ફેરફાર આ કારણે જ જોવા મળે છે. આપણે સવાર હોય તો અમુક દેશોમાં રાત્રી જોવા મળે છે. આજે પણ દિવસ-રાત તો એ જ છે પણ આપણે આપણી જીવન શૈલી બદલી નાંખી છે. આજે નો નાનકડા બાળકો પણ રાત્રીના બાર પહેલા સુતા નથી. રર સપ્ટેમ્બરે વિષુવકાળ કે સંપાત દિવસ આવે છ, જયારે સૂરજ પૃથ્વીની ભૂમઘ્ય રેખાની બારોબર ઉપર રહે છે, અને તેને કારણે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ અને  રાત સરખા હોય છે.

1 6 2

પૃથ્વી ભમરડાંની જેમ સીધી ધરી પર નહીં પણ સૂર્યની ફરતે 23.5 ડિગ્રી ઝુકેલી રહીને યુગો-યુગોથી પ્રદક્ષિણા કરતી હોવાથી જ પૃથ્વી પર ઠંડી અને ગરમીની ઋતુઓ આવે છે. ર4 કલાકનું વાસ્તર્વમાં ર3 કલાક 56 મીનીટ અને 4.09 સેક્ધડનું હોય છે.

આપણું જીવન અને દિવસ-રાત એકબીજા સાથે વણાઇ ગયા છે. માનવી દિવસે કામને રાત્રે આરામ એ એનો નિત્યક્રમ છે. દિવસ-રાત મહેનત કરીને આજનો માનવી પરિવારનું ભરણપોષણ કરે છે. પૃથ્વી પર દિવસ-રાત કેમ થાય છે. તે વિષયક ઘણી રોચક વાત છે. દુનિયામાં કયાંક રાત તો કયાં દિવસ હોય છે. પ્રાચીન બેબીબોનમૉ તો સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીના સમયને દિવસ ગણતા હતા. સાવ સામાન્ય સમજમાં પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે જે દિવસ-રાત થાય છે. પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ રહે ત્યાં દિવસ હોય બાકીના ભાગમાં રાત હોય છે. એકબીજા દેશો વચ્ચે પણ સમયમાં ફેરફાર જોવા મળે છે. વર્ષમાં એકવાર સૌથી લાંબો દિવસ કે રાત્રી પણ ભૌગોલિક ખગોળીય ઘટનાને કારણે આવે છે.

પૃથ્વીનો જે ભાગ ફરતો ફરતો સૂર્ય સામે આવે ત્યારે પૃથ્વી પરથી પૂર્વ દિશામાં ક્ષિતિજ માં સૂર્ય ઉગે છે ને સવાર પડે છે., સૂર્ય માથા ઉપર આવે તે સમયને બપોર કે મઘ્યાહન કહે છે. પૃથ્વીના આ એક ચક્રને ર3 કલાક, પ6 મીનીટ અને 4.09 સેક્ધડ લાગે છે. એટલે કે ર4 કલાક પુરી થતી નથી પણ આપણે તો ર4 કલાક લેખે જ ગણતરી કરીએ છીએ. આપણે ત્યાં ર1મી જુન સૌથી લાંબો દિવસ અને રરમી ડિસેમ્બર સૌથી ટુંકો દિવસ હોય છે. સામાન્યત: રાત્રીના 1ર પછી બીજો દિવસ ગણાય છે. આજે સમગ્ર વિશ્ર્વમાં આ પ્રથા ચાલુ છે. એક નવાઇની વાત એ છે કે પૃથ્વીની ફરવાની ગતિ ધીમી પડી છે માટે આગામી વર્ષો બાદ દિવસ લાંબો હશે.

1 1 2

રોમન અને ઇજિપ્તના પ્રાચિન કામથી મઘ્યરાત્રીએ દિવસની શરુઆત ગણાય છે. રાત્રીના બાર પછી એક લખાય પણ તેના સ્થાને 13 લખાય છે. રેલવે સહીત અનેક સમય પત્રકમાં આ સમય લખવાની પઘ્ધતિ છે. આજની ઘડિયાળ કે મોબાઇલમાં આ પઘ્ધતિ છે. 1ર કે ર4 કલાક એમ આપણે ફેરફાર કરવો પડે છે. એક વાત નકકી છે કે 365 દિવસને 1ર મહિનાનું વરસ જેમાં ચાર માસની શિયાળો – ઉનાળો અને ચોમાસુ જેવી ત્રણ ઋતુ આવે છે. પૃથ્વીએ સૂર્યથી ત્રીજો ગ્રહ છે. ધનતા, દળ અને વ્યાસમાં પૃથ્વીએ સૌર મંડળમાંનો સૌથી વધુ જમીન ધરાવતો સૌથી મોટો ગ્રહ છે, જેને વિશ્ર્વ અને ટેરા નામે પણ ઓળખાય છે.

એન્ટાર્કટિકા એટલે કે દક્ષીણ ધ્રુવ પર છ મહિના રાત અને છ મહિના દિવસ રહે છે. ત્યાં ફકત બે જ ઋતું ઉનાળો ને શિયાળો  હોય છે. અહીં સપ્ટેમ્બરથી માર્ચ સુધી દિવસ હોય છે બાકીનો સમય રાત્રી આપણી પૃથ્વી સૂર્યની ફરતે પ્રતિ કલાકે 107160 કી.મી. ઝડપે ફરે છે. આને કારણે દિવસ-રાત ઋતુઓ બદલાય છે. આપણો  જ  ગ્રુહ એવો છે. જયાં પાણી અને સજીવ સૃષ્ટિ છે. રાત્રે આકાશી નઝારો જોવાની ખુબ મઝા પડે છે. આપણી પૃથ્વી ઉપર એવી પણ જગ્યા છે ત્યાં સૂરજ ઉગતો જ નથી.વિશ્ર્વના નોર્વે – આઇસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન, કેનેડા, અલાસ્કા અને નોર્વેની રાજધાની ઓસ્લોમાં મે થી જુલાઇ વચ્ચે લગભગ 75 દિવસ માટે સૂર્ય ફકત ચાર કલાક માટે જ દેખાય છે. નોર્વેને મઘ્યરાત્રીનો દેશ પણ કહેવાય છે. આઇસલેન્ડમાં રાત્રે પણ સૂર્ય જોવા મળે છે. આપણાં દેશ ભારતમાં ઉગતા સૂરજની ભૂમિ અરૂણાચલ પ્રદેશને કહેવાય છે. જયાં સૌ પ્રથમ સૂર્યનો પ્રકાશ આવે છે. અરૂણ એટલે સૂર્ય અને ચલ નો અર્થ થાય ઉદય થવો તેથી તેને અરૂણાચલ નામથી ઓળખાય છે. ત્યાંની ડોંગીવેલીની દેવાંગ ઘાટી એવી જગ્યા છે જયાંનું દિવસ-રાતનું ચક્ર ભારતનાં બીજા રાજયો કરતાં ખુબ જ અલગ જોવા મળે છે.

1 2 2

દિવસ અને રાત વિશે જાણો

રોમન ઇજિપ્તની પ્રાચિન કાળથી મઘ્યરાત્રીએ દિવસની શરુઆત થાય છે. આજે વિશ્ર્વભરમાં આ પ્રથા ચાલું છે. સમગ્ર દિવસનું ર4 કલાકનું ચક્ર વાસ્તવમાં ર3 કલાક પ6 મીનીટ અને 4.09 સેક્ધડ હોય છે. ખગોળશાસ્ત્રીઓ બપોરથી બીજા દિવસની બપોરના સમયને એક દિવસ ગણે છે. વિષવવૃતના પ્રદેશમાં બારે માસ દિવસ રાત સરખા હોય છે. આપણે ત્યાં જુનની ર1મીનો દિવસ સૌથી લાંબો અને ડિસેમ્બર ની રરમી નો દિવસ સૌથી ટુકો હોય છે. સમય પણ આજના યુગમાં 1ર કલાક કે ર4 કલાક આપણી અનુકુળતા મુજબ મોબાઇલમાં ગોઠવી શકીએ છીએ. બેબિલોન પ્રજા તો સૂર્યોદયથી સુર્યાસ્ત સુધીના ને જ એક દિવસ ગણતા હતા. અમુક દેશોમાં દિવસનો સવાર-સાંજમાં ફેરફારને કારણે ઘડિયાળ આગળ પાછળ કરવામાં આવે છે.

દિવસ અને રાતતો એ જ છે પણ આપણે જીવન શૈલી બદલી નાખી !!

આદિકાળથી દિવસના લોકો કામ કરે અને રાત્રે આરામ કરે આ પ્રણાલી હતી, પણ બદલાતા યુગેને બદલાતી લાઇફસ્ટાઇલે જીવનધોરણ બદલી નાખ્યા છે. પહેલા રાત્રે 9 વાગે તો બધા સુઇ જતાને વહેલા છ વાગ્યામાં સુધી તો જાગતા જ હોય છે. જમવાના સમયમાં ફેરફારને કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે પણ માનવી સમજતો નથી. પુરતી ઉંઘ આપણા સ્વાસ્થ્ય માટે જરુરી  છે પણ કેટલા લે છે. માનવજીવનની યાત્રામાં સવાર-સાંજ જોડાયેલી છે. સવારનો નઝારોને સંઘ્યા ની મોઝ આપણે માણીએ  ત્યારે જ આપણને કુદરતના કરિશ્માનો ખ્યાલ આવી શકે છે. દિવસ-રાત કયારેય બદલાતા નથ. બદલાય છે તો સપનાઓ અને આપણી જીવન શૈલી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.