Abtak Media Google News

વોર્ડ ઓફિસે માહિતી કે માર્ગદર્શન અપાતું નથી: સ્ટાફ પણ ગેરહાજર હોવાની ફરિયાદો: ગરીબોને ધરમના ધકકા

મહાપાલિકા દ્વારા આગામી ૧૦મી ફેબ્રુઆરીના રોજ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી યોજના, માં વાત્સલ્ય કાર્ડ અને માં અમૃતમ કાર્ડ માટે મેગા કેમ્પ યોજાવાનો છે જેના માટે હાલ વોર્ડ ઓફિસેથી ફોર્મ અને ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે શહેરના વોર્ડ નં.૩ની વોર્ડ ઓફિસે આ અંગે માહિતી કે માર્ગદર્શન ન અપાતા તથા સ્ટાફ પણ ગેરહાજર રહેતા અરજદારોએ જબરો હોબાળો મચાવ્યો હતો. આ અંગે વોર્ડના કોર્પોરેટર અતુલભાઈ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને ફરિયાદ કરી તાત્કાલિક ઘટતું કરવા જણાવ્યું છે.

વોર્ડ નં.૩ની વોર્ડ ઓફિસ ખાતે આજે સવારે આયુષ્માન કાર્ડ, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડના ફોર્મ અને ટોકન લેવા ગયેલા અરજદારોને ખુબ જ કડવો અનુભવ થયો હતો. જંકશન પ્લોટ, ગાયકવાડી, સિંધી કોલોની, રેલનગર, પોપટનગર અને પરસાણાનગરમાંથી એવી વ્યાપક ફરિયાદો ઉઠી હતી કે વોર્ડ ઓફિસે કોઈ ટેલીફોન ઉપાડતું નથી કે સ્ટાફ પોતાના મોબાઈલ નંબર પણ આપતા નથી. પુરતી માહિતી પણ આપવામાં આવતી નથી. સ્ટાફ વોર્ડ ઓફિસે હાજર હોતો નથી. સ્ટાફ હાજરી પુરી ફિલ્ડ વર્કના નામે ગાયબ થઈ જાય છે અને જો આ કાર્ડ અંગે કે કેમ્પ અંગે વિગતો માંગવામાં આવે તો અરજદારોએ ખુબ જ ઉઘ્ધત જવાબ આપવામાં આવે છે. ત્રણ-ત્રણ વખત ધકકા ખાવા છતાં અરજીઓ સ્વિકારવામાં આવતી નથી ત્યારે વોર્ડના કોંગી કોર્પોરેટર અતુલભાઈ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરી જણાવ્યું છે કે, આગામી ૧૦મીએ યોજાનારા મેગા કેમ્પ પૂર્વે વોર્ડ ઓફિસે સવારે ૧૦ થી સાંજના ૬ સુધી સ્ટાફ હાજર રહે તેવી વ્યવસ્થા કરવા અને વયોવૃદ્ધ દિવ્યાંગ તથા મહિલા અરજદારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.