Abtak Media Google News

ઘરથી શાળાએ કે રમતના મેદાનમાં અથવા કોઈ સામુહિક કાર્યક્રમમાં જતું બાળક ઘરે પરત કયારે આવશે તે પ્રશ્ર્ન માતાપિતાને સતાવતો હોય છે.આ સમસ્યાના ઉકેલ માટે જી.કે.ધોળકિયા સ્કુલના ધો.૮માં અભ્યાસ કરતા અમી ભુંડિયાએ એક ડિવાઈસ તૈયાર કર્યું છે.અમી ભૂંડિયાએ સરકીટ સાથેનું સરળ કમરમાં બેલ્ટ તરીકે પહેરાવવામાં આવે છે ત્યારે બેલ્ટ ટ્રાન્સમીટર તરીકે વર્તે છે અને બાળકના ઘરે રાખેલ બીજું ડિવાઈસ રીસીવર તરીકે વર્તે છે.

Advertisement

જયારે બાળક નિશ્ર્ચિત રેન્જની બહાર જાય કે તરત જ એલર્ટ મેસેજ મળે છે જેથી બાળકનું લોકેશનનું સતત ટ્રેકિંગ કરી શકાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના સાત જિલ્લાની સ્પર્ધાનું આયોજન રાજકોટ ખાતે થયું હતું. આ સ્પર્ધામાંથી સર્વશ્રેષ્ઠ ૧૨ જેટલા સંશોધનોને રાજયકક્ષાની સ્પર્ધામાં પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં આ ડિવાઈસ જિલ્લા કક્ષાએ વિજેતા બની રાજયકક્ષા માટે પસંદગી પામ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.