Abtak Media Google News

બાળકીના પિતા અને ગ્રામજનોએ પીછો કરતા બાળકીને 15 ફૂટ દૂર છોડી દીધી

અબતક, નિરવ ગઢીયા, ઉના

ઉના પંથકના આસપાસના ગામોમાં દિવસે દિવસે દીપડાઓનો આંતક છે ત્યારે ભાદિયાદર ગામે દેવશી ભાઈ મકવાણા નાં પત્ની અને પુત્રી પ્રિયલ બેન પોતાની વાડીમા માતાની ગોદ માં રમતા હોય ત્યારે પાછળ નાં ભાગે થી અચાનક દીપડો રહેણાક વિસ્તારનાં મકાનમાં ચડી આવી માતા અને ગોદમાં રમતી બાળકીને ઉપાડી ભાગતા માતાએ બુમાં બુમ કરતા દેવશી ભાઈ મકવાણા અને આસપાસ મા મજુર કરતા મજૂરો દીપડાની પાછળ દોડી બુમા બૂમ કરતા બાળકીને 15 ફૂટ જેટલી દૂર સુધી ઢસડી ને ગંભીર ઈજાઓ કરી નાસી છૂટયો હતો જેમાં બાળકી પ્રિયલબેન તથા તેમના માતા ને ગળા તથા પીઠના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા ઉના તાલુકામાં બે દિવસમાં દીપડાનાં બે બનાવો થી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો વાડી વિસ્તારમાં કામ કરતા અને રાત્રીના સમયે ખેતરમાં પાણી વાળતા ખેત મજુરો મા ભય ફેલાયો હતો હુમલો કરનાર માનવભક્ષી દિપડાને પકડવા વન વિભાગ દ્વારા ખેતરોમાં પાંજરા મૂકવામા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.