Abtak Media Google News

દેવભુમી દ્વારકા જિલ્લાના ભાટીયા ખાતે પોલીસની સુંદર કામગીરી અર્થે ભાટીયા ના ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરી, હાર પહેરાવી, ગીતાજી ભેટ આપી  સ્વાગત કરાયું હતું.

હાલ કોરોનાની મહામારી મા ભાટીયા પોલીસ વિભાગ પોતાના જીવના જોખમે સતત લોકોની  સુરક્ષા માટે રાતદિન ખડેપગે રહી  ફરજ બજાવી રહી છે. ત્યારે ભાટીયાના ગ્રામજનો દ્વારા ભાટીયા આઉટ પોલીસ ચોકી પર ફરજ બજાવતા પી એસ.આઈ. કે.એન. ઠાકરીયા મેડમ તેમજ તમામ સ્ટાફ ઉપર પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.