Abtak Media Google News

મહુવાની મહિલા અને તેના પુત્ર સામે નોંધાતો ગુનો

ભાવનગર શહેરમાં રહેતી યુવતીના ઘરે મહુવાનો એક યુવક તતા તેની માતાએ જઈ યુવતીના પરિવારજનોને છરી બતાવી યુવતીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેણી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સી ડીવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement

શહેરનાં વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે મહુવામાં રહેતો સોહેલ રજાકભાઈ કાળવાતર તથા તેની માતા શરીફાબેને બે દિવસ પૂર્વે જઈ યુવતીના પરિવારજનોને છરી બતાવી યુવતીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી સોહેલએ યુવતીને પ્રથમ સુરત અને બાદ મુંબઈ લઈ જઈ તેણીની મરજી વિ‚ધ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ બાદ તેણીને પોતાના ઘરે મહુવા લાવ્યો હતો. જે બાબતે ભાવનગર સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.