Abtak Media Google News

તા. ૨૬.૭.૨૦૨૩ બુધવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ આઠમ, સ્વાતિ  નક્ષત્ર, સાધ્ય  યોગ, બાલવ  કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

કર્ક (ડ,હ) :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો,  પૈસા બાબત માં સારું રહે.

તુલા (ર,ત) :  તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–ઘણી પ્રતિભાઓ જાહેરમાં ઈમોશનલ થતી જોવા મળશે

અગાઉ લખ્યા મુજબ સાયબર ફ્રોડ દ્વારા ભારતીયો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ છે અને અત્રે લખી ચુક્યો છું એ મુજબ ભારત અને પાકની રાજનીતિમાં બે મહિલાઓ તોફાન મચાવી રહી છે તો બીજી તરફ મંગળ શુક્રની યુતિ વચ્ચે લક્સરીએસ ગેસેટ્સ અને બાઈક તથા કાર સારું વેચાણ કરી રહ્યા છે ૧૭ ઓગસ્ટના અધિક શ્રાવણ માસ પૂર્ણ થતા જ સૂર્યના સિંહ પ્રવેશ સાથે જ સરકારો ફરી હરકતમાં આવશે અને મહત્વના નિર્ણયો લેવાતા જોવા મળશે વળી આ સમયમાં આપણા અવકાશી સાહસો વિષે પણ ચિંતા રહેતી જોવા મળશે તો બીજી તરફ સત્તાના સૂત્રોમાં પરિવર્તન આવતા જોવા મળશે અને ગોચર ગ્રહો  સ્ત્રીઓને થોડી પરેશાની આપતા જોવા મળશે ખાસ કરીને મંગળ શુક્રની અસર નીચે મીડિયામાં કેટલાક સંબંધો ખુબ ચર્ચા માં રહેશે અને આ સમયમાં હાઈ પ્રોફાઈલ ડાઇવોર્સ પણ સામે આવતા જોવા મળશે. શુક્રના વક્રી થઇ લાગણીની રાશિ કર્કમાં આવવાથી ઘણી પ્રતિભાઓ જાહેરમાં ઈમોશનલ થતી જોવા મળશે અને સંબંધોમાં ઉઠાવેલા કેટલાક કદમ પાછા પડતા જોવા મળશે. ટૂંકમાં કહીએ તો આ સમયમાં સંબંધોના વિવિધ આયામો કેટલાક ગઠજોડ અને કેટલાક લાસ્ટ ગુડ બાય પણ જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.