ભૂજમાં વિકલાંગ પત્નીને ઘર કંકાશના કારણે પતિએ ગળું દાબી મોતને ઘાટ ઉતારી

હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસમાં ફોરેન્સીક રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

ભુજના ગણેશનગરમાં બે દિવસ પૂર્વે હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો બનાવનો પી.એમ.રીપોર્ટ ભાંડો ફોડી પત્નિને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં પતિની ધરપકડ કરી લેવા છે. ૧૦ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતિના મોતથી પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.વધુ વિગત મુજબ ભુજ નજીક આવેલા ગણેશનગરમાં રહેતી હીના નામની પરિણિતાની તેના પતિ દિનેરો ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના માંડવી રહેતા પિતા ગોવિંદપુરી ગોસાઈએ ભુજ એ.ડીવીઝનમાં ફરીયાદ નોંધી

દિનેશની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ગણેશનગરમાં બે દિવસ પૂર્વે મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં હિનાનો મૃતદેહ મળી આવતા પ્રાથમીક તબક્કે મૃતક હિનામાં પતિ દિનેશે પોલીસે ગેરમાર્ગે દોરી આત્મહત્યા કર્યાનું જણાવ્યું હતુ. પરંતુ પોલીસની શંકા જતા જામનગરની હોસ્પિટલમાં પેનલ તબિબ દ્વારા પી.એમ.રીપોર્ટ કરાવતા જેમાં હિનાને ગળે ટૂંપો આપી હત્યા કરાયાનું ખુલ્યું હતું. પોલીસે મૃતકના પિતાની ફરીયાદ પરથી તેના જમાઈ દિનેશ સામે હત્યાનો ગુનો

નોંધી ધરપકડ કરી હતી. તેમજ હિના અને દિનેશે ૧૦ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્ન જીવનથી આઠ

વર્ષની એક પુત્રી છે. છેલ્લા ઘણા સમયથી હિનાનો પતિ દિનેશ કામકાજ કરતો ન હોય રખડતો હોવાથી દંપતિ વચ્ચે અવાર નવાર ઝગડો થયો હતો તેમજ હિના અનેક વખત રીસામણે ચાલી ગઈ હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ભાડાના મકાનમાં માતા-પિતાથી અલગ રહેતા હોય તેમજ દિનેશને અન્ય યુવતિ સાથેના ફોટાના મામલે દંપતિ વચ્ચે ઝગડો થયા બાદ દિનેશે હિનાને ગળે ટૂંપો આપી હત્યા કર્યાનું  બહાર આવ્યું છે.