Abtak Media Google News

સફેદ સજ્જ સલ્લુ હારમોનીયમ પર રીયાઝ કરે છે !!!

ટીવી શો બિગ બોસમાં સલમાન ખાન કિશોરદાના ‘પડોશન’ લૂકમાં જોવા મળશે. બિગ બોસ રીયાલિટી શો દર્શકોમાં ઘણો જ લોકપ્રિય થયો છે. બિગ બોસ શોની આ સીઝનની થીમ જરા હટ કે છે. તેમાં ભાગ લેનારા સ્પર્ધકો એક જ ઘરની અંદર નહીં રહે. બલકે એક જ મહોલ્લામાં એકબીજાના પાડોશી બનીને રહેશે. આ સિવાય શોનો હોસ્ટ સલમાન ખાન પણ પાડોશીઓના ઘરમાં અવાર નવાર ડોકીયું કરશે. તે અલગ અલગ ગેટઅપ ધારણ કરશે.

જે પૈકી એક લૂક પડોશન ફિલ્મમાં કિશોર કુમારનો હતો. બિગ બોસનું પ્રમોશન શ‚ થઈ ગયું છે. સલમાન સજજ થઈને હારમોનિયમ પર રીયાઝ કરતો હોય તેવો પ્રોમો રીલીઝ થઈ ગયો છે.

ટૂંકમાં બિગ બોસની વધુને વધુ ઉંચી ટીઆરપી મેળવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. મેરે સામને વાલી ખિડકી મેં ઈક ચાંદ કા ટુકડા રહેતા હૈ ગીત પણ સાંભળવા મળશે. આ શો કલર્સ ચેનલ પર રજૂ થશે. ઉલ્લેખનીય છે કે બ્રિટનનો ટીવી શો બિગ બ્રધરનું ભારતીય સંસ્કરણ છે. બિગ બોસ. બિગ બ્રધરમાં શિલ્પા શેટ્ટી વિજેતા બની ચુકી છે.

સલમાન ખાનની આગામી ફિલ્મોમાં ટાઈગર ઝિંદા હે, રેસ-૩ તથા બનેવી અતુલ અગ્નિહોત્રીની ફિલ્મ સામેલ છે. આ સિવાય સલમાન અત્યારે લંડનમાં લાઈવ શો દા-બેન્ગ પણ કરી રહ્યો છે. ટુંકમાં ‘ભાઈજાન’ને શ્ર્વાસ લેવાનો ય સમય નથી ત્યાં પરણવાનું કયાંથી વિચારે !!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.