Abtak Media Google News
  • કોઠારિયા સોલ્વન્ટમાં લોડર ચલાવવા બાબતે ડ્રાઇવરને કાકા-ભત્રીજાએ લમધાર્યા

રાજકોટ શહેરનાં ચામુંડા નગરમાં જામનગરના યુવકે ચામુંડાનગર રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ આંટો દેવા આવેલી પત્નીને તેડવા  આવેલા પતિ પર સાળા એ માર માર્યાની ફરિયાદ બી ડિવિજન પોલીસ મથકે નોંધાઈ છે.જ્યારે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આ વિસ્તારમાં ટ્રેકટર ચલાવવા નહિ મારા ટ્રેકટર અહી ચાલશે કહીને લોડર ચલાવવા બાબતે માથાકુટ કરી માર માર્યા અંગેની આજી ડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,જામનગર જિલ્લાના દરેડ ગામમાં રહેતા સુનિલ જગદીશભાઈ જાદવ નામના 27 વર્ષીય યુવકે શહેરના મોરબી રોડ ગણેશનગર શેરી નં. 7 માં રહેતા રવિ મનુભાઈ પરમાર નામના શખ્સએ માર માર્યા અંગેની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદી સુનિલભાઈ જાદવે આરોપી રવિની બહેન પ્રિયાબેન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાબત સાળાને પસંદ ન હોવાથી પ્રથમ તેની બહેન પ્રિયાને રાજકોટ સારવાર કરાવવાના બહાને તેડાવી લીધી હતી. પત્ની પિયર ગઈ હોય એને ઘણો સમય થતા ફરિયાદીએ પત્નીને ઘરે પાછી બોલાવવા તેના સાળા રવિને ફોન કર્યો ત્યારે આરોપી સાળાએ ફરિયાદીને રાજકોટ તેડાવ્યો હતો. બાદ પિયરથી પત્નીને પાછી લઇ જવા આવેલા સુનિલભાઈ જયારે કુવાડવા રોડ ચામુંડાનગરમાં આવેલા આરોપીના ટાયરના ડેલામાં હતા ત્યારે આરોપીએ પહેલા તો બનેવીને ચા-પાણી પીવડાવી સરભરા કરી બાદમાં જયારે પત્નીને સાથે લઇ જવાનું કહેતા આરોપી સાળાએ એકાએક ઉશકેરાઈને બનેવીને ગાળો આપી માર માર્યો હતો. જેમાં આરોપીના મિત્રએ તેનો સાથ આપ્યો હતો.બંને આરોપીએ મળીને ફરિયાદીને લોખંડના પાઇપથી માર મારી ગંભીર ઇજાગ્રસ્ત કર્યા હતા. પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

જ્યારે બીજા મારામારીની  બનાવમાં , કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનું કામ કરતા  મેપાભાઈ વિરાભાઈ મીરે આજી ડેમ પોલીસ મથકે નારણ વીરાભાઇ મીર અને કેતન દેવુ મીર સામે માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે તે  લોડર મશીન લઇને પ્રવિણભાઇ જોગરાણાનુ ખાત ટ્રેક્ટર ભરવા સરદાર ગૌશાળાના ગેઇટ સામે ગયેલા હતા ત્યારે કોઠારીયા સોલવંટમા રહેતા નારણભાઇ જીવણભાઇ મીર અને તેનો ભત્રીજો કેતનભાઈ દેવુભાઇ મીર હાથમા લાકડીઓ લઇને આવેલા અને  કહેવા લાગેલા કે તુ કેમ તારુ લોડર લઇને આવેલો છે અને આ વિસ્તારમા તારે કામ કરવા આવવાનુ નથી અહી મારા ટ્રેક્ટરો ચાલશે તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલા અને આ બંને ને ગાળો બોલવાની ના પાડતા બંનેએ  માથામા લાકડીઓના ઘા મારી માર મારતાં ઘવાયેલા મેપા ભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.