Abtak Media Google News

નવા નિયમથી ગ્રાહકોને કેબલ ચાર્જમાં ત્રણથી ચાર ગણો વધારો થવાની તથા કેબલ ઓપરેટરો બેકાર થવાની સંભાવના હોય ઉગ્ર આંદોલન છેડવાનો નિર્ણય

ગુજરાતના તમામ કેબલ ઓપરેટર સંગઠ્ઠન દ્વારા ટ્રાયના વિરોધમાં આંદોલન કાર્યક્રમ ઘડી કાઢવા એક બેઠક અમદાવાદના ટાઉનહોલમાં મળી હતી જેમાં ટ્રાયના આ નિર્ણય બાદ ગ્રાહકોને વધારે રકમ ચૂકવવી પડે તેમ હોય ઉપરાંત આ નિર્ણયને કારણે લગભગ ૩૦ વર્ષથી આ ક્ષેત્રે ધંધો કરનારા દેશના લગભગ ૬૦ થી ૭૦ હજાર કેબલ ઓપરેટરો બેકારીના ભરડામાં અથડાઈ જેવા મુદાઓ ચર્ચા થઈ હતી.

Vlcsnap 2018 12 21 13H22M50S856

ટ્રાયે જાહેર કરેલા આ રેટ ઉપરાંત જી.એસ.ટી. અલગથી લાગશે એટલે કે ફ્રી ટુ એર ચેનલના જ ૧૩૦+ જીએસટી ૧૫૪ રૂ.ની આસપાસ થશે આમ, લોકોને જે ભાવે ચેનલ જોવા મળતી તેનાથી ચાર ગણો વધારે ભાવ આપવો પડશે. ટ્રાય દ્વારા આ નિર્ણયમાં ફેરફાર નહિ થાય તો આ કેબલ ઓપરેટરોએ આગામી સમયમાં દિલ્હી કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સ્કોચ વિડિયોના માલીક વિજયભાઈ પાડલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં કેબલ મનોરંજન લોકોને સસ્તુને સારૂ મળે તે માટે અત્યારસુધી પૂરતા પ્રયત્નો કરાયા છે. પરંતુ ટ્રાય દ્વારા સમગ્ર ભારતમાં ગ્રાહકની કમરતોડ નિર્ણય આવ્યો છે. કારણ કે ગ્રાહકને ૩૫૦ માં ૪૦૦ ચેનલ કેબલ ઓરેટર આપે છે. તો ટ્રાયના નિયમને ધ્યાનમાં લઈ ગણતરી કરવામાં આવે તો ૪૫૦૦રૂ.ની આળેગાળે જાય છે. મહિને ૪૫૦૦ ગ્રાહકોને પોસાય નહિ ટ્રાયના આ કાળા કાયદાને કારણે ગ્રાહકો તેનો ભોગ બનશે ખાસ તો કેબલ ઓપરેટરને તો વચ્ચે માત્ર કમિશન મળતુ હોય છે. આ નિર્ણય અંગે લોકોએ પણ જાગૃત થવું જોઈએ આગામી ૨૯મી તારીખે તમામ ચેનલો બંધ થઈ જશે. જે લોકો ચેનલ ચાલુ કરવા ઈચ્છે તેવોએ ટ્રાયના ભાવથી ચેનલ ચાલુ થશે. એક ચેનલના ૧૯ રૂ. લેખે ગ્રાહકોએ પૈસા ભરવા પડશે આ ઉપરાંત આગામી દિવસોમાં ટ્રાયનાં નિર્ણયમાં લોકહીતને ધ્યાને લઈ ફેરફાર કરવામાંવે તેવી માગં દર્શાવી હતી.

Vlcsnap 2018 12 21 13H22M33S035

પોતાના કેબલનું ભાડુ ભરવા માટે આવલે નલીનભાઈ કોટેચાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેવો એ જટકો જ લાગ્યો કે અત્યાર સુધી તેવો જે ચેનલના ૩૫૦ રૂ. ભરતા હતા તેજ ચેનલના હવે તેવોએ ૨૦૦૦ થી ૨૨૦૦ રૂ. ભરવા પડશે. કારણ કે તેવોનું જ પ્રમાણે બજેટ હતુ તેનાથી ભાવ ચાર ગણા વધ્યા છે. તેથી સામાન્ય માણસ માટે ટ્રાયનો આ નિર્ણય યોગ્ય નથી તેથી આ નિર્ણયમાં ફેરફાર થવો જ જોઈએ.

Vlcsnap 2018 12 21 13H22M15S339

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.