Abtak Media Google News

સંતો -ભકતો ધુન કિર્તન સાથે જોડાયા: ૧૦૦૮ સમુહ મહાપૂજા આરતી યોજાઈ

ત્રણ દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણ સાથે સીતારામજી વગેરે દેવોએ અમેરીકાના ડલાસ સ્વામિનારાયણ ગુરૂકુલમાં યોજાયેલ ૨૫ કુંડી મહાવિષ્ણુયાગમાં ભકતોએ અર્પેલી આહુતિઓને સ્વીકારી પૂર્ણાહુતિ બાદ ભગવાન સ્વરૂપોને સંતોએ રથમાં આરૂઢ કર્યા.

ધૂન કીર્તન સાતે સંતો હરિભકતો ભગવાનના રથને ખેંચી ડલાસ ગૂરૂકુલના બત્રીસ એકરનાં પરિસરમાં ફર્યા આ રથયાત્રામાં ધોડેસ્વારો ઢોલ ધ્વજો, વિવિધ રંગબેરંગી છત્રીઓને ધારણ કરી ગુરૂકુલના વિદ્યાર્થીઓ અને હરિભકતો જોડાયેલા એક કલાક સુધી ફરેલ રથયાત્રા નૂતન સંત આશ્રમ નજીક પહોચી ત્યારે સંતો ભકતોએ ભગવાન સ્વરૂપોને વધાવ્યા રાસ લઈને ઠાકોરજીને રાજી કર્યા.

ભગવાનની પ્રતિષ્ઠા પૂર્વે ભગવાનને ભાવથી નિમંત્રણ આપવાના હૃદયના ભાવને વ્યકત કરવા ભગવાનનું પૂજન મહાપૂજા કરવામાં આવેલ હતુ પ્રભુસ્વામીના જણાવ્યા પ્રમાણે આ મહાપૂજામાં ૧૦૦૮ જેટલા સંતો હરિભકતો અને મહિલાઓ જોડાયેલા પ્રાર્થના મંદિર ઉપરાંત ડાઈનીંગ હોલમાં સહુએ મહાપૂજન કર્યું. આ પૂજન પૂરાણીશ્રી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી તથા શાસ્ત્રી મધુસુદનદાસજી સ્વામીએ કરાવેલ હતુ.

આ પ્રસંગે ગૂરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતુ કે ગૂરૂદેવ શાસ્ત્રીજી મહારાજે જૂનાગઢમાં પોતાની મહંતાઈ શ્રી રાધારમળ દેવ સ્વામિનારાયણ મંદિરમાં હતી ત્યારે ૧૯૪૫માં એકવીસ દિવસનો યજ્ઞ કરેલો. એ પછી પણ ભગવાનને રાજી કરવા રાજકોટ ગૂરૂકુલમાં ધણા યજ્ઞો કરેલા. ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છેકે યજ્ઞએ મારૂ સ્વરૂપ છે. સ્વામિરાયણ ભગવાને પણ અમદાવાદ પાસેના જેતલપૂર તથા વડતાલ ખેડા પાસેના ડભાણ ગામે મોટા મોટા યજ્ઞો કરેલા અહી અમેરીકામાં આવડો મોટો પચ્ચીસ કૂંડી યજ્ઞ કરવો એ તમારી સૌની હિંમતથી થયું વળી કયારે નીચે પલાઠી વાળીને નહી બેસનારા તમે અને તમારા યુવાન સંતાનોએ યજ્ઞમાં બેસી આહુતિઓ અર્પી, યજ્ઞનો ધૂમાડો લાગ્યો છતા હિંમત ન હાર્યા, આ ધુમાડો આપણા શરીરને મનને તેમજ વાતાવરણમાં પ્રદુષણ નહી પરંતું પવિત્ર કરનારો હોય છે અંતમાં સ્વામીએ સહુને અગ્નિકૂંડી ભસ્મથી ચાંદલો કરી રૂડા આશિર્વાદ આપેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.