Abtak Media Google News

સેવાસદનમાં પ્રાથમિક સુવિધા – વ્યવસ્થાની
તંત્રી બેદરકારી હવે છાપરે ચડી પોકારે છે

પોરબંદરમાં જિલ્લા સેવા સદન-1 કે જે એરપોર્ટની સામે આવેલું છે અને ત્યાં જિલ્લા કલેકટર, પ્રાન્ત અધિકારી અને એડીશનલ કલેકટર સહિત મહત્વના અધિકારીઓ અને વિભાગોની કચેરી આવેલી છે. અહીં બિલ્ડીંગના પ્રિમાઈસીસમાં પણ હેલમેટ સિવાય બાઈકચાલકોને એન્ટ્રી આપવામાં આવતી નથી. એટલું જ નહીં, પરંતુ પીવાના પાણીથી લઈને તમામ સુવિધાઓ પણ ભરપુરપણે જોવા મળે છે. હવે જો વાત કરીએ આપણે જિલ્લા સેવા સદન-બે ની તો, અહીં અંદાળત વીસ કરતા પણ વધારે વિવિધ વિભાગોની કચેરીઓ આવેલી છે. જેમાં 100 થી પણ વધારે કર્મચારીઓ ફરજ બજાવે છે. તો સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષાા, રોજગાર અને જિલ્લા ઉદ્યોગ સહિત મહત્વની કચેરીઓ અહીં આવેલી હોવાથી રોજના સેંકડો અરજદારો પણ અહીં આવતા હોય છે.

પરંતુ તેમ છતાં દિવ્યાંગ સહિતના અહીં આવતા અરજદારો માટે પીવાના પાણી કે બેઠક વ્યવસ્થા જેવી પાયાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આ ઓફિસોમાં લાખો રૂપીયાનો મુદામાલ હોવા છતાં અહીં વોચમેન રાખવાની તસ્દી પણ આર. એન્ડ બી. વિભાગ ઉઠાવતું નથી. તો અહીંના પાકર્ગિંમાં લાઈટીંગ વ્યવસ્થા ન હોવાથી રાત્રીના સમયે અનેક મહિલા કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં પાણી માટે કૂવો તો જોવા મળે છે, પરંતુ તે કૂવાની સફાઈ પણ કરવામાં આવી નથી.

વૃક્ષાોનું ટ્રીમિંગ પણ જિલ્લા સેવા સદન-બે ના પ્રિમાઈસીસમાં થતું નથી. અહીં વાહન પાકર્ગિંના શેડમાં છતના પતરા સડી ગયા છે. તેના સમારકામની તસ્દી પણ લેવામાં આવતી નથી. આ બિલ્ડીંમાં 4 જેટલા વોટર કુલર આવેલા છે, પરંતુ આ વોટર કુલર બંધ અને જર્જરીત હાલતમાં જોવા મળે છે. જેના પરિણામે અરજદારોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ શકતી નથી. ત્યારે આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અનેક રજુઆતો થઈ હોવા છતાં આર. એન્ડ બી. વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી.

પરંતુ તમામ ઓફિસોમાં ટાઈલ્સ ખૂબ જ સારી સ્થિતિમાં હોવા છતાં હાલ આ બિલ્ડીંગમાં મોટાભાગની ઓફિસોમાં અને ટોયલેટ-બાથરૂમમાં ટાઈલ્સ બદલાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વાસ્તવિક રીતે જરૂરીયાત છે તેવી કોઈપણ સુવિધા માટે આર. એન્ડ બી. વિભાગ ખર્ચ કરતું નથી. પરંતુ પોતાના માનીતા કોન્ટ્રાકટરોને કમાવવાની લહાણી કરવા માંગતું હોય તેમ આ બિલ્ડીંગમાં બિનજરૂરી કહી શકાય તેવી રીતે ટાઈલ્સનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને આર. એન્ડ બી. વિભાગ પર ખૂલ્લા ભ્રષ્ટાચારના આક્ષોપો થઈ રહ્રાા છે. પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્મા આ ભેદભાવ અંગે યોગ્ય તપાસ કરે અને બિનજરૂરી થતા આવા કામો અટકાવે, એટલું જ નહીં પરંતુ જરૂરી હોય તેવી તમામ સુવિધાઓ પણ આ જિલ્લા સેવા સદન-બે માં ઉપલબ્ધ કરાવે તેવી માંગ પ્રબળ બની છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.