Abtak Media Google News

 

દીવમાં શ્રાવણ માસ પર્વ પર પાંચ પાંડવ સ્થાપિત“ ગંગેશ્વર મહાદેવ ” મંદીર માં શિવ ભક્તો ની ઉમટી ભીડ દર્શન કરી ભાવ વિભોર થયા.

Gangeshwar Mahadev Temple Has Shiva Lingas Created By The Pandava Brothers

સંઘ પ્રદેશ દીવ એક સુંદર અરબી સમુદ્રિય ટાપુ અને પર્યટક સ્થળ છે, સંઘ પ્રદેશ દીવ દેવો ની નગરી છે.મહાદેવ છે,કરુણા નો સાગર અહી દર્શન કર્યા તે પોતાને ધન્ય માને છે. અરબી સમુદ્ર કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ “ ગંગેશ્વર મહાદેવ ” ઉપર ખુદ સમુદ્ર ની ગંગા રૂપી લહેરો દ્વારા અભિષેક કરીને મહાદેવ ના ચરણો પખારે છે. તેથી આ મંદીર નુ નામ “ ગંગેશ્વર મહાદેવ ” નામ થી જાણીતુ છે.

Shravan 2022 : ક્યાંય જોવા નહીં મળે શિવજીનું આટલું દિવ્ય રૂપ ! સ્વયં પાંડવોએ કરી હતી ગંગેશ્વર મહાદેવની સ્થાપના - Gujarati News | Such A Divine Form Of Shiva Will Not Be

આજે શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના દિવસે ભાવી ભક્તો દર્શનાર્થે લાંબી લાંબી લાઈનો માં ભીડ જોવા મળી હતી. જયારે હસ્તિનાપુર ના પાંચ રાજકુમાર અજ્ઞાતવાસ વનવાસ માં હતા, ત્યારે દીવ ના ફુદમ ગામે થી પસાર થતા સાંજ પડી ગઈ હતી.

Screenshot 35 1

પાંચ પાંડવ સાંજે ભોજન કરતા પહેલા શિવજી ની પુજા અચુક કરતા પરંતુ આસ પાસ કોઈ શિવ મંદીર ન હતુ.તેથી પાંચ પાંડવો એ પોતાની શક્તિ પ્રમાણે પાંચ શિવલિંગ નુ સર્જન કર્યુ. ત્યારે સમુદ્ર ખુબ જ દુર હતો. પાંચ પાંડવો એ પાંચ શિવલિંગ નુ સર્જન કર્યુ.તેથી સમુદ્ર નજદીક આવવા લાગ્યો.ઘણી જગ્યા એ માત્ર એક જ શિવલિંગ ના દર્શન થાય છે. પરંતુ દુનિયા માં એક જ પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ માત્ર કેંદ્ર શાસિત પ્રદેશ દીવ ના ફુદમ ગામે છે.

Screenshot 34 1

આ પાંચ શિવલિંગ ઉપર દુધ થી અભીષેક કરવાની જરૂર નથી પડતી ખુદ સમુદ્ર પોતાની ગંગા રૂપી લહેરો દ્વારા અભિષેક કરે છે. આ નજારો આખી દુનીયા માં ફક્ત દીવ ના ફુદમ ગામે જોવા મળે છે. અને દર્શાનાર્થી દર્શન કરીને ધન્ય માને છે. જે શિવ ભક્ત ને અહી માથુ ટેકાવી દિધુ તેને અકાલ મ્રુત્યુ નો ડર રહેતો નથી. અને પોતાની અને પરિવાર ના કલ્યાણ અર્થે કામના કરી પરમ સુખ પામે છે. અહિં દર્શન કરવાથી લામ્બુ આયુષ્ય નું વરદાન મળે છે.

Screenshot 33 2 અહિં દર્શન કરવા માટે દર વર્ષે દેશ વિદેશ ના હજારો પર્યટકો અરબી સમુદ્ર ના કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ“ ગંગેશ્વર મહાદેવ ” ના દર્શન કરવા અને તેનું કુદરતી સૌદર્ય નિહાળવા માટે આવે છે. અને ભાવ વિભોર થઇ જાય છે.

 

 

 

હાર્દિક શિંગોડ 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.