આઈપીએલમાં ચાલુ મેચ દરમિયાન ફેરબદલાવ કરવાનો નિયમ ઓલરાઉન્ડરને પતાવી દેશે : રીકી પોન્ટિંગ

નવા નિયમો મુજબ ટોસ પછી પ્લેઇંગ ઇલેવન પસંદ કરી શકશે ટીમના કેપ્ટન

આઈપીએલ-2023ને શરૂ થવાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આઇપીએલ ટૂર્નામેન્ટ આવનારી 31 માર્ચથી શરૂ થશે. આ વખતે આઈપીઅલમાં કેટલાક નવો નિયમો જોવા મળશે જેના કારણે મુકાબલા રોમાંચક બની રહેશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઈંપેક્ટ પ્લેયરના નિયમોની અમલવારી બાદ ઓલરાઉન્ડર ખેલાડીઓ પતી જશે. તેવું ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગે જણાવ્યું હતું.

બીસીસીઆઈ તરફથી જાહેર કરાયેલા નવા નિયમો પ્રમાણે આઈપીએલની ટીમના કેપ્ટન હવે ટોસ પહેલા ખેલાડીઓની નામની યાદી આપવાના બદલે ટોસ થયા પછી અંતિમ ઇલેવનની પસંદગી કરી શકશે. ટોસ પછી જો કોઇ કેપ્ટનને લાગશે કે તેમણે પરિસ્થિતિ પ્રમાણે પોતાની અંતિમ ઇલેવનમાં ફેરફારની જરૂર છે તો તે મેચ શરુ થાય ત્યાં સુધી આવું કરવા માટે સ્વતંત્ર છે.ટોસ પછી જો કોઇ કેપ્ટનને લાગશે કે તેમણે પરિસ્થિતિ પ્રમાણે પોતાની અંતિમ ઇલેવનમાં ફેરફારની જરૂર છે તો તે મેચ શરુ થાય ત્યાં સુધી આવું કરવા માટે સ્વતંત્ર છે.

આઈપીએલની આ સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નવો નિયમ પણ છે. આ નવા નિયમ પ્રમાણે ટોસ સમયે ટીમે તેમની પ્લેઈંગ ઈલેવન સાથે 4 વૈકલ્પિક ખેલાડીઓના નામ આપવાના રહેશે. મેચ દરમિયાન કેપ્ટન તે 4 ખેલાડીઓમાંથી કોઈપણ એકને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે. પ્લેઇંગ ઇલેવન સાથે જોડાયેલ નિયમ સિવાય એક મોટો ફેરફાર પેનલ્ટી રનને લઇને પણ કરવામાં આવ્યો છે. મેચમાં જો કોઇ ટીમના વિકેટકીપર અને ફિલ્ડર દ્રારા બિનજરૂરી મૂવમેન્ટ કરવામાં આવશે તો આવી સ્થિતિમાં ડેડ બોલ આપવામાં આવશે અને ટીમ પર પાંચ રનની પેનલ્ટી લગાવવામાં આવશે.

આઇપીએલ 2023ની સીઝનમાં કોઈપણ મેચ દરમિયાન, જો કોઈ ટીમનો વિકેટકીપર અથવા ફિલ્ડર બેટ્સમેન બોલ રમે તે પહેલા તેની સ્થિતિ બદલશે, તો અમ્પાયર બોલ ડેડ જાહેર કરશે અને બેટિંગ ટીમના ખાતામાં પાંચ પેનલ્ટી રન ઉમેરવામાં આવશે.