Abtak Media Google News

ગીરમાં ફેલાયેલા પ્લાસ્ટિક પ્રદુષણની વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવાના હોવાનો પ્રકૃતિ પ્રેમીઓને વસવસો

ગીર વિસ્તાર માં પ્લાસ્ટિક પ્રદૂષણ ખૂબ જ મોટી માત્રામાં ફેલાઈ રહ્યું છે.ગીર વિસ્તાર ના પ્રવાસન સ્થળો,ધાર્મિક સ્થળો,જાહેર રસ્તાઓ પર ખૂબ જ મોટી સંખ્યા માં પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ની વસ્તુઓ જોવા મળી રહી છે.આ અટકાવવું ખૂબ જ જરૂરી છે.એના માટે લોકો માં જાગૃતિ ફેલાવવી જરૂરી છે અને કાયદાકીય જોગવાઈઓનો કડક અમલ કરવો ખાસ જરૂરી છે.

ગીર અભયારણ્ય, ગીર નેશનલ પાર્ક ,મિતિયાળા અભયારણ્ય અને પાણીયા અભયારણ્ય માં અને તેની આસપાસ ના વિસ્તાર માં ફેલાઈ રહેલા પ્લાસ્ટિક પ્રદુષણ ને અટકાવવા માટે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી   કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ ના સચિવ શ્રી,કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય ના ડાયરેકટર જનરલ ઓફ ફોરેસ્ટ ને તેમજ અધિક મુખ્ય સચિવ,વન અને પર્યાવરણ વિભાગ ,ગાંધીનગર,પીસીસીએફ/હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર,મુખ્ય વન સંરક્ષક શ્રી વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ,ઉઈઋ ગીર પશ્ચિમ, ગીર પૂર્વ અને વન્યપ્રાણી વિભાગ સાસણ ને તેમજ ગીર વિસ્તાર ના લગતા તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીઓ ને કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ અને નીતિનિયમો અનુસાર પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવવા માટે રજુઆત કરેલ છે.અને આ રજુઆત/ફરિયાદ ના પગલે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય ,નવી દિલ્હી દ્વારા એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ ફોરેસ્ટ(વન્યપ્રાણી)નવી દિલ્હી ને,ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન ગુજરાત ગાંધીનગર ને ,અને સભ્ય સચિવ શ્રી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ને આ ગીર અભયારણ્ય ,ગીર નેશનલ પાર્ક,મિતિયાળા અભયારણ્ય અને પાણીયા અભયારણ્ય માં અને તેની આસપાસ ફેલાયેલ પ્લાસ્ટિક પ્રદુષણ ને અટકાવવા માટે તાત્કાલિક યોગ્ય આયોજન કરીને યોગ્ય પગલાંઓ લેવા માટે અને લેવાયેલ પગલાંઓ બાબતે નો રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય માં રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

આ બાબતે જો સક્ષમ ઓથોરિટી દ્વારા ટૂંક સમય માં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો આ ગીર અભયારણ્ય ,નેશનલ પાર્ક,મિતિયાળા અને પાણીયા અભયારણ્ય માં ફેલાયેલ પ્લાસ્ટિક પ્રદુષણ બાબતે  ગુજરાત હાઇકોર્ટ માં જાહેર હિત ની અરજી   દ્વારા  કરવામાં આવશે. આપણી લડત માત્ર સિંહ,માલધારીઓ પૂરતી નથી પરંતુ સમગ્ર ગીર ની જીવસૃષ્ટિ માટેની,પર્યાવરણ માટે ની બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.