Abtak Media Google News

ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. ધીરગુરુદેવના અજ્ઞાનુવર્તી પૂ. ગુણીબાઇ મ.સ.ની સંયમ સુવર્ણ જયંતિ અનુમોદના અવસર શાસન રત્ના પૂ. નર્મદાબાઇ મ.સ.ની  નિશ્રામાં ઉજવાયો હતો. આ પ્રસંગે પ્રવત્તિની પૂ. પુષ્પાબાઇ મ.સ. પૂ. તારાબાઇ મ.સ. પ્રવતિની પૂ. વનિતાબાઇ મ.સ.  વગેરેએ સંયમ શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે નિચ્ચં ચિત્ત સમાહિઓ હવિજજા- સદાને પ્રસન્નતા અને ચિત્ત સમાધિથી સંયમમાં પ્રગતિ કરજો. પૂ. જયોતિબાઇ મ.સ. પૂ. વીણાબાઇ મ.સ. પૂ. સરોજબાઇ મ.સ. પૂ. પ્રમીલાબાઇ મ.સ., પૂ. વિમલાજી મ.સ., પૂ. જશુબાઇ મ.સ., વગેરે પધાર્યા હતા. વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રકાશિત ગીત ગુંજન પુસ્તિકાનું વિમોચન ભીખુભાઇ ભરવાડા, વિનુભાઇ કામાણી, પ્રફુલભાઇ શેઠ વગેરેના હસ્તે કરવામાં આવ્યું છે. કલકતાથી આવેલા સંસારી બેન લતા શાહ તેમજ કલ્પના ગાઠાણીનું સન્માન કરાયું હતું.  કાર્યક્રમને સફળ બનાવવા માટે રજનીબાઇ બાવીસી, ધી‚ભાઇ વોરા, નલીનભાઇ બાટવીયા, તેમજ જયશ્રીબેન શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી. ઝરણા દેવાંગ મડીયાના જન્મદિને શિવકુંવરબેન બચુભાઇ દોશી દ્વારા સમુહ સામાયિક અને નવકારશીનું આયોજન કરાયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.