Abtak Media Google News

૭મીએ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ: જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા ૨૦,૬૪,૭૫૯: નવા ૩૨ જેટલા મતદારોના નામ ઉમેરાશે

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં મતદારોની સંખ્યા ૨૧ લાખને આંબવા આવી છે. આગામી તા.૭ મેના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી શે. ચૂંટણી તંત્રના અંદાજ મુજબ રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકમાં કુલ મળી ૩૨ હજાર જેટલા નવા મતદારો ઉમેરાતા મતદારોની કુલ સંખ્યા ૨૧ લાખની નજીક પહોંચશે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ ચૂંટણી પંચ દ્વારા હા ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં ૩૨૧૭૫ નવા મતદારોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા અરજી કરી હતી. તેવી જ રીતે નામ કમી માટે ૧૩૯૧૯ અરજીઓ મળી હતી. આ ઉપરાંત નામ-અટકમાં ફેરફાર માટે ૧૨૯૭૦ અને સ્ળાંતર અંગેની ૪૭૯૩ અરજીઓ મળી હતી. જેની ડેટા એન્ટ્રી સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી થતા.૭ મેના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરવામાં આવનાર હોવાનું જિલ્લા ચૂંટણીપંચના સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ૩૦મી એપ્રિલના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી જાહેર વાની હતી પરંતુ રાજયમાં પ્રમ વખત અમલી બનેલ ઈઆરઓ નેટને લઈ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધીમાં થોડો વિલંબ થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

બીજી તરફ ૭મી એપ્રીલે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી બાદ રાજકોટ જિલ્લામાં મતદારોની સંખ્યા હાલ ૨૦,૬૪,૭૫૯ છે.

જેમાં અંદાજે ૩૨૦૦૦ જેટલા નવા મતદારો ઉમેરાતા જિલ્લાની આઠ વિધાનભા બેઠકોમાં કુલ મળીને મતદારોની સંખ્યા ૨૧ લાખને આંબી જશે.

ડો.ગીરીશ ભીમાણી ૭મી વખત બનશે સિન્ડીકેટ પરંતુ નહીં બની શકે સાયન્સ ફેકલ્ટીના ડીન.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલ આંકડાશા ભવનના વડા તેમજ સિન્ડીકેટ સભ્ય ડો.ગીરીશ ભીમાણી સતત ૭મી વખત સીન્ડીકેટ સભ્ય બનશે પરંતુ તેઓ છેલ્લા બે ટર્મી સાયન્સ ફેકલ્ટીના ડીન હોય આ વખતે તેઓ સાયન્સ ફેકલ્ટીના ડીન નહીં બની શકે. ડો.ગીરીશ ભીમાણી વર્ષ ૨૦૦૦ી લઈને ૨૦૧૫ સુધી સિન્ડીકેટ સભ્ય રહી ચૂકયા છે અને આ વખતની સિન્ડીકેટની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો છે ત્યારે પણ ગીરીશ ભીમાણી સતત ૭મી વખત સિન્ડીકેટ સભ્ય બનવા જઈ રહ્યાં છે.

ડો. ભાવીન કોઠારી સતત છઠ્ઠી વખત સિન્ડીકેટ સભ્ય બનશે

સૌરાષ્ટ્ર યુનિવસીટીના હાલ ચુંટણીનો માહોલ છે ત્યારે સતત છઠ્ઠી વખત સિન્ડીકેટ સભ્ય તરીકે ડો. ભાવીન કોઠારીની નિમણુંક થશે. હાલમાં જ તેઓ મેડીકલ ફેકલ્ટીની ચુંટણીમાં પણ દબદબાભેર વિજય મેળવ્યો હતો. તેઓ ૧૯૯૫ માં દોઢ વર્ષ માટે સૌ. યુનિવસીટીના સિન્ડીકેટ સભ્ય તરીકે પસંદગી થયા હતા.

ત્યારબાદ તેઓ ૨૦૦૦ ની લઇ ૨૦૦૩, ૨૦૧૨ અને ૨૦૧૫માં સિન્ડીકેટ સભ્ય રહ્યા હતા. જો કે ૨૦૦૩ અને ૨૦૦૬ની સાલમાં તેઓ સિન્ડીકેટની ચુંટણી લડયા ન હતા. જો કે આ વખતે તેઓ સતત છઠ્ઠી વખત સૌરાષ્ટ્ર યુનિવસીટીના સિન્ડીકેટ સભ્ય બનશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિનું પદ ઘોંચમાં પડે તેવી શકયતા: ઉપકુલપતિની નિમણુકની સંભાવના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાની નિમણુક બાદ તેઓ સતત વિવાદમાં રહ્યા છે ત્યારે કોન્વોકેશન બિલ્ડીંગનું કૌભાંડ હોય કે પછી પ્રવકતાના નિમણુકનો પરીપત્ર હોય તેઓ સતત વાદ-વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિપદ શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી અને આર.એસ.એસ.ના ત્રણેય પદેથી કુલપતિ માટે દાવેદારી નોંધાવાઈ છે. જોકે હજુ સર્ચ કમિટીના બેઠક એક પણ વાર મળી નથી ત્યારે અનેક તર્ક-વિતર્કો સર્જાય છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિનું પદ ઘોંચમાં પડે તેવી શકયતા છે તો ઉપકુલપતિની નિમણુક કરવાની પુરેપુરી સંભાવના હાલ સેવાઈ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.