Abtak Media Google News

કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓમાં 80 ટકા જેટલા દર્દી જામનગરના હોવાનું સામે આવ્યું  આજે પણ જિલ્લામાં કોરોનાના રેકોર્ડબ્રેક 607 કેસ નોંધાયા, 279 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયું 

જામનગરમાં કોરોનાની મહામારીએ લોકોના જીવ તાળવે ચોંટાડી દિધા છે. પોઝીટીવ કેસ સતત બીજા દિવસે પાંચસોથી વધુ આવ્યા છે તો કોરોના થયા બાદ સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલ 105 દર્દીના છેલ્લા 24 કલાકમાં મૃત્યું નિપજ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ આગેવાનના પુત્રનું પણ ગઇકાલે કોરોનાથી મૃત્યું નિપજ્યું હતું.જામનગરમાં ગઇકાલે કોરોનાના 564 કેસ નોંધાયા હતા તો 279 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. પરંતુ છેલ્લા 24 કલાકમાં દર્દીઓના મોતની વણઝાર ચાલુ રહેવા પામી હતી. જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન કે વેન્ટીલેટરની સુવિધાવાળો બેડ મેળવવામાં દર્દીઓ હોસ્પિટલ બહાર જ પોતાના પ્રાઇવેટ વાહન કે એમ્બ્યુલન્સમાં રાહ જોઇ રહ્યા છે. આ સ્થિતિ છેલ્લા 10 દિવસથી જોવા મળી રહી છે. તબીબી સ્ટાફ અને સાધન-સુવિધાની મર્યાદાને લીધે પણ કોવિડ હોસ્પિટલમાં મૃત્યુનો આંક વધી રહ્યો હોવાનું લોકોનું માનવું છે. ગઇકાલ બપોરના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના 24 કલાક દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 105 દર્દીએ પ્રાણ ગુમાવવા પડયા છે. દર અર્ધો કલાકે મૃતદેહ બહાર આવી રહ્યા હોવાથી મૃતકના સગા-સ્નેહીઓ ભાંગી પડતા નજરે પડે છે. આ ઉપરાંત 10થી વધુ દર્દીઓ કોરોનાના શંકાસ્પદ દર્દી હતા. જેનો રિર્પોટ આવે તે પહેલા તેમનું મૃત્યું નિપજ્યું હતું. કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે પણ 102 થી ઉપર જ રહયો હોવાથી ભારે હાહાકાર મચી ગયો છે. એટલું જ માત્ર નહીં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે 13માં દિવસે નવા રેકોર્ડ સાથે 600ના આંકને પણ વટાવી ગયો છે.

જામનગર શહેરના 354 પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજા દિવસે કોરોનાનો આંકડો 250 ને પાર પહોંચ્યો છે. અને 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જયારે શહેરના 125 અને ગ્રામ્યના 200 સહિત 325 દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર 10 મિનિટે 1 વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. જામનગર શહેરમાં કોરોનાનાં કેસ આંકડો આજે સાડા ત્રણસો ને પાર પહોંચ્યો છે. અને 354 કેસ નોંધાયા છે, તેમજ ગ્રામ્ય નો આંકડો આજે 250 ને પાર કરી ગયો છે, અને 253 પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે.જામનગર મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં સાડા પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ 102 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક 2,171 નો થયો છે.સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં 17,784 લોકો કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 125 અને ગ્રામ્યના 200 મળી 325 દર્દીઓને રજા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.