જામનગર જિલ્લામાં દારૂના અલગ-અલગ પાંચ દરોડામાં 9 શખ્સો ઝડપાયા

0
17

જામજોધપુરમાં દારૂની મહેફિલ માણતા શખ્સો પકડાયા: શહેરમાં ચાર દરોડામાં છ શખ્સો પકડાયા 

જામનગર શહેર અને જામજોધપુર તાલુકા મથકે પોલીસે દારૂ સબંધિત કાર્યવાહી કરી નવ સખ્સોને આંતરી લીધા છે. જામજોધપુરમાં પોલીસે ત્રણ સખ્સોને દારૂની મહેફિલ માનતા પકડી પાડ્યા છે.જામનગર જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાસે જાહેર રોડ પર ગઈ કાલે સીટી એ ડીવીજન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધવલભાઈ નરેશભાઈ ચૌહાણ ધંધો કેબલ નેટવર્કનો રહે સુભાષ શાકમાર્કેટ દેવુભાનો ચોક જામનગર વાળા સખ્સને આંતરી લીધો હતો. જેમાં આ સખ્સના કબ્જામાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો આરોપીએ કિશન કોળી રહે. નાગેશ્વર રોડ સ્મશાનની બાજુમાં જામનગર વાળા સખ્સ પાસેથી ખરીદી હોવાનું સામે આવતા પોલીસે બન્ને સામે પ્રોહિબિશન ધારાઓ 65(એ)(એ),116(બી),81 મુજબ ફરિયાદ નોંધી કિશનને ફરાર જાહેર કર્યો હતો. જયારે જામજોધપુર તાલુકા મથકે ગઈ કાલે બપોરે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ઉમાપાર્ક સોસાયટીમાં કાનાભાઇ ભારાભાઇ જોગાણીના મકાનમા દરોડો પાડી ખાનગી ટ્રાવેલ્સમાં ક્લીનર તરીકે નોકરી કરતા કાનાભાઇ ભારાભાઇ જોગાણી અને તેની સાથેના પરેશ છગનભાઇ હીંગરાજીયા રહે તીરૂપતિ સોસાયટી ચીત્રકુટ-2 જામજોધપુર તેમજ નરેંદ્રભાઇ રામજીભાઇ લાડાણી રહે સ્વાતી પાર્ક કોઠારીયા રોડ રાજકોટ વાળા સખ્સોને રીનોવેશન થતા મકાન પર દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા હતા. પોલીસે ત્રણેય સખ્સોની સામે પ્રોહી કલમ 66(1)બી,84,86 મુજબ ફરિયાદ નોંધી મેડીકલ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે આરોપી કાનાભાઇ ભારાભાઇ જોગાણીના કબ્જામાંથી રૂપિયા રૂપિયા 2500ની કીમતનો પાંચ બોટલ દારૂ કબજે કર્યો હતો. આ જથ્થો કિશોર ભારાભાઇ જોગાણી રહે બાલવા ફાટક પાસે જામજોધપુર વાળા પાસેથી ખરીદ્યો હોવાનો સામે આવતા પોલીસે આ સખ્સને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં 49 રોડ ઉપર સદગુરૂ ઘુઘરાની દુકાન પાસે જાહેરમાં સીટી એ ડીવીજન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દિવ્યેશ ઉર્ફે દિવડો મનસુખભાઇ ચૌહાણ રહે. દિ.પ્લોટ 49 સિધ્ધનાથ કોલોની શેરી નં-3 શંકરટેકરી જામનગર વાળા સખ્સને દારૂના એક પાઉચ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આ સખ્સની સામે પ્રોહિ કલમ 65(એ)(એ ),116 (બી) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે શહેરમાં નાગનાથ ગેટ ચોકડી ખાતે પેટ્રોલિંગ દરમિયાન સીટી બી ડીવીજન પોલીસે રવીરાજસિંહ લખમણસિંહ જાડેજા રે લીમડાલાઇન શેરી નં-01 જામનગર તથા યોગરાજસિંહ ભાવુભા ચુડાસમા રે લીમડાલાઇન શેરી નં-02 જામનગર, રવીભાઇ હેમંતભાઇ પરમાર રે લીમડાલાઇન શેરી નં-01 જામનગર વાળા ત્રણેય સખ્સોને અડધી બોટલ દારૂ સાથે પકડી પાડ્યા હતા. જયારે સીટી બી ડીવીજન પોલીસે પત્રકાર કોલોની, તાલુકા પંચાયત કચેરી પાસે, જાહેરમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ટપીબાપુ ભીખુભા જાડેજા રહે. દિ.પ્લોટ 49, સિધ્ધિ વિનાયક મંદિર, જલેશ્વરી વસ્તુ ભંડાર પાસે, જામનગર વાળા સખ્સને આંતરી લઇ તેના કબ્જામાંથી રૂપિયા 500ની કિંમતની એક બોટલ દારૂની કબજે કરી પ્રોહીબીશન ધારાઓ 65એ.એ, 116(બી) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here