Abtak Media Google News

વધતા કોરોના સંક્રમણને લઈને ટ્રસ્ટીઓએ વિકટ સ્થિતિમાં મદદરૂપ બની ઉતમ ઉદાહરણ પુરુ પાડયું 

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળો કેર મચાવતા સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. ત્યારે જામનગરની કુંવરબાઈ જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓ આ મહામારીમાં બનતી મદદ કરવા માટે આગળ આવ્યા છે.કુંવરબાઈ જૈન ધર્મશાળામાં જ ટ્રસ્ટીઓ તરફથી હાલ 70 થી 80 કોવિડના દર્દીઓ રહી શકે તે માટે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામા આવી છે.અહીંના કોવિડ કેર સેન્ટરમાં રહેતા દર્દીઓ માટે સંસ્થા તરફથી ભોજનની પણ સુવિધા કરવામા આવી છે.હાલ સંસ્થામાં 30 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Advertisement

જામનગરમાં સારવાર માટે આવતા કોરોનાના દર્દીઓના સગાઓને રહેવા માટે સંસ્થા તરફતી અલગ વ્યવસ્થા પણ કરવામા આવી છે. કુંવરબાઈ જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓએ સામે ચાલી લોકોની મદદ માટે વ્યવસ્થા કરી એક મહામારીના સમયમાં સામાજિક સંસ્થા કઈ રીતે મદદરૂપ બની શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.