Abtak Media Google News

પોરબંદર જીલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે શહેરની મુખ્ય કોવિડ હોસ્પિટલ તેમજ મંજૂરી મળેલ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓથી બેડ ભરાઈ ગયા છે. કોરોના પોઝિટિવ દર્દી કરતા નેગેટિવ રિપોર્ટ ધરાવતા કોરોના લક્ષણવાળા દર્દીઓની સંખ્યા વધી છે, જેમાં સિટીસ્કેનમાં લંગ ઈનવોલ્વમેન્ટ વાળા દર્દીઓ વધુ જોવા મળે છે અને આ દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂર પડી રહી છે. કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યા હાલ ર17 પર પહોંચી છે.જેમાંથી 167 થી વધુ દર્દી ઓક્સિજન પર છે. રર દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આમ તો સરકારી કોવિડ હોસ્પિટલમાં ર8 વેન્ટિલેટર છે, જેમાંથી છ વેન્ટિલેટર મશીનમાં નાના-મોટા ટેકનિકલી ફોલ્ટ છે. જેના કારણે વેન્ટિલેટરની જરૂર હોય તેવા હાલત ત્રણ  જેટલા દર્દીઓ છે પરંતુ રર વેન્ટિલેટર પર રર દર્દી હોવાથી વેઇટિગમાં રહેલ ત્રણ જેટલા દર્દીને હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત ગઈકાલે ઓક્સિજનની લાઈન ટ્રીપ થતા અનેક દર્દીને હાલાકી વેઠવી પડી હતી. પોરબંદરની કોવિડ હોસ્પિટલ ખાતે આઇસોલેશનમા 77 દર્દી દાખલ છે જેમાં 41 દર્દી પોઝિટિવ છે. જેમાંથી 30 દર્દી ઓક્સિજન પર અને બે દર્દી વેન્ટિલેટર પર છે. 1 દર્દી હાઈફલો ઓક્સિજન પર છે, જ્યારે ર0 દર્દી નેગેટિવ છે જેમાંથી 17 દર્દી ઓક્સિજન પર અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. 16 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે, જેમાંથી 13 દર્દી ઓક્સિજન પર અને બે દર્દી વેન્ટિલેટર પર છે. સેમી આઇસોલેશનમા 140 દર્દી દાખલ છે જેમાંથી 110 દર્દી ઓક્સિજન પર છે, 4 દર્દીને જમીન પર બેડ પાથરી સારવાર આપવામાં આવી રહી છે.

પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ડોકટર અને મેડીકલ સ્ટાફ દર્દીઓના ળવ બચાવવા માટે પૂરતો પ્રયત્નશીલ બન્યો છે, પરંતુ સરકારી તંત્રની ઉદાસીનતાને કારણે આ હોસ્પિટલમાં સાધનોનો અભાવ જોવા મળે છે જેને લઈ આવી મહામારીમાં પણ દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.