Abtak Media Google News

જમીન માફીયા સહિત ત્રણ સામે ફોજદારી :  જયેશ પટેલ ને આગોતરા અને રેગ્યુલર જામીન કિરીટ જોશીએ નહોતા લેવા દીધા એના ખાર ઉતાર્યો હોવાની પ્રબળ આશંકાથી તેની સામે આરોપનામુ

જામનગરના જાણીતા ક્રીમીનલ પ્રેક્ટીસ કરતા વકીલ કીરીટ એચ. જોશીની શનિવારે રાત્રે નિર્મમ હત્યા થઇ જે અંગે જમીન માફીયા જે હાલ જામીન મળ્યા પછી વિદેશ છે તે અને બીજા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સીટી બી ડીવીઝન પો.સ્ટે.મા મૃતકના ભાઇ એડવોકેટ અશોક જોશી એ ગુનો દાખલ કરાવ્યો  છે.જેની તપાસ પી.આઇ. રવિરાજસિંહ જાડેજા કરે છે.  આ વકીલની સરાજાહેર હત્યાના વિરોધમાં જામનગરની કોર્ટમાં સોમવારે વકીલો કામકાજથી અળગા રહેશે કેમકેજામનગરના વકીલોમાં આક્રોશ છે. તેમજ શહેરમા આક્રોશપૂર્ણ બંધ રાખવા અનુરોધ કરાયો છે.વકીલ કિરીટ જોશી રાત્રે ૯ વાગ્યે ઘરે જતાં હતા ત્યારે તેમની કાર પાછળ સંતાયેલા બે અજાણ્યા પ્રોફેશનલ કિલરે  એકાએક  આડેધડ છરીના ૨૦  ઘા ઝીંકી દીધા આબે શખ્સો મોટર સાયકલ પર બેસીને આવ્યા હતા અનેકિરીટ જોશી ઓફિસે થી
નીચે ઉતર્યા એટલે ધડાધડ ઘા ઝીંકી દેવાયાહત્યા કરીને આરોપીઓ  મોટરસાયકલ ઉપર પલાયન થઇ ગયા જેનુ રાજકોટ હાઇવે તરફ લોકેશન નુ અંદાજ છે.

Advertisement

હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસની કવાયતસીસી ટીવી ફૂટેજના આધારે હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે કેમકે સમગ્ર ઘટના સી.સી.ટીવી.મા કેદ છે કેવી રીતે વકીલ કાર તરફ જાય છે કેવી રીતે હુમલો થયો હત્યા કરી કેમ આરોપી ભાગ્યા વગેરે ફુટેજ છે.જાણીતા બીલ્ડર વી પી મહેતા તરફે કિરીટ જોશી લડતા હતાજામનગરના ભૂ માફિયા જયેશ પટેલે વીપી મહેતાની ૧૦૦ કરોડની જમીન બોગસ દસ્તાવેજો ના આધારે પચાવી પડી હતી

જયેશ પટેલની ધરપકડ બાદ કિરીટ જોશીના પ્રયાસોથી સેસન્સ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ભૂમાફિયાના જામીન રદ્દ થયા હતા આખરે થાકી હારીને ભૂમાફિયાએ તેને કરાવેલા બોગસ દસ્તાવેજો રદ્દ કરાવી જમીન મૂળ મલિક વી પી મહેતાને પરત સોંપી દેવાની ફરજ પડી હતીજેલ મુક્ત થયા બાદ ભૂમાફિયા જયેશ પટેલ હાલ વિદેશમાં ગયો છે૪૬ વર્ષીય વકીલ તેમના પત્ની એક પુત્રી એક પુત્ર ઉપરાંત સંયુક્ત પરિવારમા નાના ભાઇ વકીલ છે તેના પરિવાર અને માતા ને વિલાપ કરતા છોડી ગયા છે. રવિવારે બપોરે અંતિમ યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામા વકીલો..આગેવાનો..વેપારીઓ..બીલ્ડરો..બ્રહ્મસમાજના આગેવાનો સૌ જોડાયા હતા.એસ.પી. પ્રદીપ સેજુલે જણાવ્યુ છે કે પોલીસ સી.સી.ટીવી. અને નજરે જોનારા તેમજ વકીલના કોલ ડીટેલ તેમજ તેમને લડેલા કેસો ઓપરથી તપાસ કરે છે.સરાજાહેર હત્યાના નગર સહિત પંથકમા ખુબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને નગરમા સનસનાટી મચી છે વકીલ આલમ સ્તબ્ધ છે અને ચકચાર સાથે ગમગીની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.