Abtak Media Google News

છેલ્લા ર વર્ષમાં રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં ૬૧ ટકાનો વધારો

વધુમાં વધુ લોકો ટેકસ ભરે માટે કેન્દ્ર સરકારે કરેલા પ્રયાસો સયળ રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન સરકારને ડાયરેકટ ટેકસના ‚પમાં ૧.૫ લાખ કરોડ ‚પિયા વધુ ટેકસ મળ્યો છે. સાથે જ ટેકસ ફાઇન કરનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મોદી સરકાર હાલ ટેકસ પેપર બેઝને વધારવાની કોશિષ કરી રહી છે. સાથે જ એવા ૬૫ લાખ લોકો શંકાના ઘેરામાં જેણે ગત વર્ષે રિટર્ન ફાઇન ન કર્યુ હોય.

સરકારને આશા છે કે ટેકસ પેપરનું પ્રમાણ વધીને ૯.૩ કરોડથી વધુએ પહોચશે જો કે નોટબંધીને કારણે ટેકસ ભરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. ટેકસ્ટ મેસેજ, અને ઇ-મેલ દ્વારા લોકોને રિમાઇડર મોકલાતા ૧.૦૭ કરોડ લોકોએ સ્વૈચ્છીક રીતે રીટર્ન ફાઇલ કરી દીધું છે. કેટલાક સંભવિત કરદાતાઓને નોન ફાઇલર્સ મેનેજમેંન્ટ સિસ્ટમ દ્વારા ટાર્ગેટ કરવામાં આવશે. એનએમએસની મદદથી ૫૦૦ અને ૧૦૦૦ ની જુની નોટો જમા કરી ટેકસ ન ભરનારાને ટાર્ગેટ કરાશે.

આ કેટેગરીમાં ૩ લાખથી પણ વધુ લોકો છે. એનએમએસની મદદથી એવા લોકોની માહીતી મેળવવામાં આવે છે જેની કમાણી ટેકસ ભરવા લાયક હોય પરંતુ રિટર્ન ફાઇલ કર્યુ ન હોય અથવા તો તેના ખર્ચ અને આવક મેળ ખાતી ન હોય છેલ્લા બે વર્ષમાં ટેકસ ભરનારાઓની સંખ્યામાં ૬ર ટકાનો વધારો નોટબંધી અને જીએસટી જેવા ઐતિહાસીક નિર્ણયો આવક વેરા વિભાગને ફળી ગયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.