Abtak Media Google News

મોબાઇલ સહિત ૯૦ હજારનો મુદામાલ કબ્જે કરતી પોલીસ

અબતક, રાજકોટ

જેતપુર-ગોંડલ, બોરડી સમઢીયાળામાં જુગાર રમતા ૩ મહીલા સહીત ૩૧ શખ્સોની ધરપકડ કરી લીધા છે. મોબાઇલ સહીત રોકડા રૂ. ૯૦ હજારનો મુદામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુરના ધોરાજી રોડ પર સાધુવાસવાણી સોસાયટીમાં લક્ષ્મીટાવર એપાર્ટમેન્ટ ચોથા માળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા જેતપુર પોલીસે દરોડો પાડી નરેશ રમેશ છુછા, રવિ કરશન પાથર, હરેશ ત્રિકમ, રાય ખંગોર, જગદીશ લીલારામ જીવાણી, દિલીપ બટુક, વિકાણી અનિલ  હિરાનંદ ચાવડા, ભાવેશ સંતોષ ખટ્ટર, જગદીશ વિકાણી, પાલા આલા વિરાણી, કમલેશ, ધનજી, પરબત નામના પત્તાપ્રેમીઓની ધરપકડ કરી જુગારના પટના રૂ. ૪ર૩૫૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.

જેતપુરમાં બીજો જુગાર દરોડો ભોજધાર રોકડીયા હનુમાનજીના મંદિર પાસે રહેણાકવાળા મકાનમાં રમતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી ગોવિંદ મનસુખ ગુજરાતી, મૌલિક વનરાજ બારૈયા, રાજેશ પરસોતમ દેગમાં, ભાવીશાબેન સુરેશ પીઠવા, રીનાબેન ભરતભાઇ નારેગ્રા, અરુણાબેન દિનેશભાઇ પીઠવા નામના શખ્સોને ઝડપી લઇ મોબાઇલ સહીત રોકડા રૂ. ૧૩,૪૯૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે ધાર વિસ્તારમાં જાહેરમાં જીગાર રમતા હોવાની બાતમી જેતપુર તાલુકા પોલીસને મળતા દરોડો પાડી વિશાલ કિશોર મકવાણા, સંજય કમલેશ મકવાણા, મયુર કમલેશ, સોમા કાનજી પરમાર, વિક્રમ દિપક મકવાણા નામના પત્તાપ્રેમીઓને ઝડપી લઇ રોકડ રૂ. ૧૪,૭૨૦ ની મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.જયારે ગોંડલમાં દોમડીયા સોસાયટી શેરી નંબર ર૩ માં જાહેરમાં જુગાર રમાતાો હોવાની ગોંડલ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી.ઝાલાને થતા ગોંડલ સીટી પોલીસે દરોડો પાડી ધર્મેશ રમણીક સાકરીયા, કીશોરભાઇ મકવાણા, રાહુલ રોજાસરા, જયદીપ રામજી કોબીયા, મહેશ સાકરીયા, મનોજ શંભુ બાવળીયા, પંકજ રવજી વોરા નામના પત્તાપ્રેમીઓની ધરપકડ કરી રોકડા રૂ.૧૧,૬૭૦ ની મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.