Abtak Media Google News

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘને જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી રાત્રીના ૭ વાગ્યા બાદ પણ અમુક નાસ્તાની લારીઓ ચાલુ રખાતી હોવાની તેમજ રાત્રીના ૯ વાગ્યા બાદ લોકો બિન જરૂરી બહાર ફરતા હોવાની ફરિયાદો મળતા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને કડક કાર્યવાહી કરવા સુચનાઓ જારી  કરવામાં આવેલ હોવાનુ જાણવા મળેલ છે.

આ સૂચના અનુસંધાને લોક ડાઉનનાં સાંજના ૭ વાગ્યા બાદ જાહેરનામાનો ઉલ્લંઘન કરી, પોતાની લારીઓ ચાલુ રાખતા નાસ્તાની લારીઓ તથા દુકાનો ઉપર કાર્યવાહી કરવાના ભાગ રૂપે જુનાગઢ ડિવિઝનના ડિવાય એસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પી.આઇ. આર.બી. સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર સ્ટાફની ટીમ દ્વારા ગાંધી ચોક, આઝાદ ચોક, મજેવડી ગેટ, એસ.ટી.સ્ટેન્ડ વિસ્તાર, દોલતપરા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા, સાંજના સાત વાગ્યા પછી ચાલુ નાસ્તાની લારીઓ ટપોટપ બંધ થઇ ગઇ હતી. અને પેટ્રોલીંગ દરમિયાન ગાંધી ચોક વિસ્તારમાં ખુલ્લી રાખવામાં આવેલ ઈંડા તથા નાસ્તાની લારીઓ અને આઝાદ ચોક જૂની સિવિલ પાસે ખુલ્લી રાખવામાં આવેલ લારીઓના ધારકો યાકુબ તારમહમદ સિડા જાતે ગામેતી, ઇમરાન તાઝમહમદ ખીરા, સિકંદર હુસેનભાઇ હાલા, સિરાઝ સલીમભાઈ રોઘાતિયા, ગુલામ રસુલભાઈ મહીડાને પકડી પાડી, ધરપકડ કરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગના અલગ અલગ પાંચ ગુન્હાઓ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી.

લોક ડાઉનમા છૂટછાટ આપ્યા બાદ સાંજના ૭ વાગ્યા બાદ જાહેરનામાનો ઉલ્લંઘન કરી, પોતાની લારીઓ ચાલુ રખાતી નાસ્તાની લારીઓ તથા દુકાનો ઉપર કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે. ઉપરાંત રાત્રીના ૯ વાગ્યા બાદ કામ વગર ફરતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.