Abtak Media Google News

ખેત મજૂર પરિવારની ૧૩ વર્ષની બાળકીનું ૧૫ વર્ષીય માસીના દિકરાએ અપહરણ કર્યું ! બંનેની ધરપડક

હાલના સાંપ્રત સમયમાં નાની કુમળી વયના છોકરા છોકરી વચ્ચે પાંગરતા પ્રેમને ગુન્હો કરવા પ્રેરતી જૂનાગઢ જિલ્લાની આ ઘટના સમાજ માટે લાલ બતી સમાન કિસ્સો સાબિત થયેલ છે, જે આજના સાંપ્રત યુગના ટીન એજરોના માતા પિતામાટે ચેતવા સમાન  છે.

ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતેથી ખેત મજૂર પરિવારની એક સગીર વયની દીકરીને તેના માસીનો દીકરો એવો સગીર આરોપી અશોક (નામ બદલાવેલ છે.) લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. જે બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ થવા પામી હતી.

આ ફરિયાદને ગંભીર ગણી જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા સૂચનાઓ કરવામાં આવતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી, ભેસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ.જાડેજા સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમિયાન ભેસાણ પોલીસને આરોપી અને ભોગ બનનાર સગીરા હાલમાં જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામમાં સીમમાં જ રહે છે, જે મળેલ બાતમી આધારે ભેસાણ પોલીસ ટીમ દ્વારા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપીને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી.

પ્રાથમિક તપાસમાં પકડાયેલ આરોપી અને  ભોગ બનનાર બંને સગીર હોઈ, એકબીજાના સગા થતા હોય, મૂળ દાહોદ જીલાના રહેવાસી હોઈ, ખેત મજૂરી માટે આવેલ હોઈ, બનેને પ્રેમ સંબંધ બંધાયેલ હોવાનુ  ખુલવા પામ્યું હતું, બાદમાં પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને પ્રેમ સંબંધ હોઈ,  આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.

અત્રે નોંધનીય વાત તો એ છે કે, ભોગ બનનાર સગીરાની ઉમર માત્ર ૧૩ વર્ષ અને ૨ માસ જ્યારે આરોપીની ઉમર માત્ર ૧૫ વર્ષ છે.

આમ, ગુજરાતના ડીજીપી દ્વારા સગીર વયના બાળકોને શોધી કાઢવા રાખવામાં આવેલ ખાસ ઝુંબેશ દરમિયાન જૂનાગઢ પોલીસ દ્વારા વધુ બે સગીર (આરોપી તથા ભોગ બનનાર)ને શોધી કાઢવામાં આવેલ* છે. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, મેડિકલ તપાસણી કરી, આગળની તપાસ સર્કલ પી.આઇ. પી.એન.ગામેતી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.