Abtak Media Google News

લખતર શહેરમાં વાસ્મો ની લાઈન લીકેજ લાઈન રિપેર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ લાઈન વાસ્મોની કામગીરીના નિયમ મુજબ ઊંડી ન નાંખવામાં આવી હોવાથી ફરીવાર લીકેજ થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.

Advertisement

ત્યારે આવી જ રીતે અન્ય લાઈનો પણ માપ મુજબ ઊંડી ન નાંખવામાં આવી હોવાથી શહેરમાં લાઈનો લીકેજ થઈ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. લખતર શહેરમાં કરોડનાં ખર્ચે વાસ્મોની લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે ત્રણેક દિવસ પહેલા શહેરનાં આથમણા દરવાજા પાસે રિપેર કરવામાં આવેલી લાઈન બે દિવસ બાદ જ ફરી લીકેજ થઈ હતી. ત્યારે તેને ફરીવાર રિપેર કરવાની કામગીરી તંત્ર દ્વારા બીજા દિવસે હાથ ધરવામાં આવી હતી. કામનાં ટેન્ડર માં 3 ફૂટ ઉંડી લાઈન નાંખવાનું જણાવવામાં આવેલ છે. પરંતુ લાઈન રિપેર કરવા તંત્રએ ખોદકામ કરતાં લાઈન માંડ એક ફૂટ ઉંડી નાંખી હોવાનું ખુલ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.