Abtak Media Google News

લખતરમાં મોઢવાણ નજીકની માઇનોર કેનાલ માટે ખેડુતોનો શ્રમ યજ્ઞ તંત્ર માટે શરમ યજ્ઞ

લખતર તાલુકામાં માઇનોર કેનાલોના સાફ સફાઈના તંત્રની આળસુ સાબિત થયું છે.મોઢવાણા નજીક પસાર થતી માઇનોર કેનાલમાં સાફ સફાઈનો અભાવ ના પગલે ખેડૂતો માં રોષ ફેલાયો છે.ત્યારે પેઢડાથી પસાર થતી મોઢવાણા સવલાણા તરફ જતી માઇનોર કેનાલની બહેતર હાલત થઈ ગઇ છે. ખેડૂતો દ્વારા તંત્રને છેલ્લા ઘણા વર્ષોથી રજુઆત કરાઈ છતાં કોઈ કામગીરી નહિ કરાતા ખેડૂતોમાં રોષ છે.

ખેડૂતો દ્વારા અનેક વખત તાલુકા સ્વાગત અને તાલુકા સંકલન બેઠકમાં કરાઈ રજુઆત પણ તે છતાં પણ કેનાલોની સાફ કરવામાં ન આવતા મોઢવાણા ગામના આજે ખેડૂતો દ્વારા પોતાના સ્વખર્ચથી જીસીબીના મદદથી કેનાલની કરાઈ સાફ સફાઈ કરી છે.લખતર તાલુકાના મોઢવાણા નજીક પસાર થતી ડી-5 માઇનોર કેનાલમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈની ખેડૂતો દ્વારા તંત્રને અનેક વખત લેખિત અને મૌખીક તેમજ તાલુકા સ્વાગત અને તાલુકા સંકલનની બેઠકમાં રજુઆત કરવામા આવી હતી.

છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહિ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.ત્યારે આજે ખેડૂતો દ્વારા ના છૂટકે પોતાના સ્વખર્ચ જેસીબીની મદદથી કેનાલની સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી. આ મામલે ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવતા ખેડૂતોએ જણાવ્યું કે નર્મદા વિભાગ અને સ્થાનિક તંત્ર આ મુદ્દે કોઈ ધ્યાન આપતું નથી માઇનોર કેનાલમાં ખડ ઉગી નીકળ્યા છે વારંવાર લીકેજ અને કેનાલ તૂટતા હોય તેવા બનાવો પણ સામે આવ્યા છે અંતે અમારે સ્વખર્ચે આ કેનાલ સાફ કરવાનો સમય આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.