Abtak Media Google News

ભારે હોબાળા વચ્ચે માત્ર 9 જ મિનિટમાં વિનિયોગ વિધેયક પસાર

લોકસભામાં બજેટ સત્રનો બીજો તબક્કો અશાંતિભર્યો રહ્યો છે. તેમાં પણ ગઈકાલે ભારે હોબાળા વચ્ચે માત્ર 9 જ મિનિટમાં વિનિયોગ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આમ રૂ. 46 લાખ કરોડના માળખાગત સુવિધા માટેના ખર્ચને વગર ચર્ચાએ મંજૂરી મળી ગઈ હતી.

Advertisement

લોકસભામાં પહેલી એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષ માટે આશરે રૂ. 45 લાખ કરોડના માળખાગત ખર્ચને આવરી લેતાં કેન્દ્રીય બજેટને કોઇ પણ ચર્ચા વગર ગુરુવારે મંજૂરી મળી છે. જોકે વિરોધ અને સત્તારૂઢ પક્ષોના હોબાળા વચ્ચે ગુરુવારે પણ સંસદના બન્ને ગૃહોની કામગીરી શક્ય બની નહતી. કોંગ્રેસે અદાણી જૂથમાં આક્ષેપોમાં જેપીસી તપાસની માગણી મુદે સંસદમાં ભારે શોરબકોર કર્યો હતો.

સંસદના નીચલા ગૃહમાં ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ એન્ડ એપ્રોપ્રિએશન બિલ્સનો મુદો ઉઠાવ્યો હતો. બજેટ સેશનનો બીજો તબક્કો બન્ને પક્ષો દ્વારા પ્રદર્શનને કારણે ધોવાઇ ગયો છે. બે વખતની મોકૂફી પછી સાંજે છ કલાકે લોકસભાની બેઠક મળી તો સ્પીકર ઓમ બિરલાએ વિરોધ પક્ષના કટ મોશન કે સરકારી ખર્ચની યોજનામાં સુધારાને રજૂ કર્યા હતા. જોકે તે મૌખિક મતદાનથી નકારી દેવાયા હતા.

નાણાં મંત્રી નિર્મલા સીતારામને 2023-24 માટેની ડિમાન્ડ્સ અને ગ્રાન્ટ્સ અને સંબંધિત બિલોને ચર્ચા અને વોટિંગ માટે રજૂ કર્યા હતા. વિરોધ પક્ષોના સાંસદો સુત્રોચ્ચાર કરતાં વેલમાં ધસી ગયા હોવાથી માગણીઓ પસાર થઇ હતી. વર્ષ 2023-24 માટેનું બજેટ પસાર કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ સમગ્ર કવાયત માત્ર 12 મિનિટમાં પૂરી થઇ હતી. બજેટ સેશન છ એપ્રિલે પૂર્ણ થવાનું છે. એવી અટકળો પણ છે કે સેશનનો ગાળો ટૂંકાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.