Abtak Media Google News

યોગી ડિવાઈન સોસાયટી દ્વારા રાજયભરમાં સુકન્યા સ્મૃધ્ધિ યોજનાના 13 હજાર જેટલા ખાતા માટે અપાશે યોગદાન

 

અબતક,રાજકોટ

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પંચમાસિક સ્મૃતિદિન નિમિત્તે રાજયભરમાં મહારક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું . આઝાદીના અમૃત મહોત્સવ ’ નિમિત્તે આ આ શિબિરોમાં કુલ 7500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત યોગી ડિવાઇન સોસાયટી દ્વારા બાર જીલ્લાઓમાં ‘ સુક્ધયા સમૃધ્ધિ યોજના’નાં તેર હજારથી વધુ ખાતાઓમાં આત્મીય સહયોગ રાશિ અર્પણ કરવામાં આવી હતી .

રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલ રક્તદાન શિબિરનું ઉદઘાટન રાજ્યના પરિવહન અને પ્રવાસન રાજ્યમંત્રી  અરવિંદભાઇ રૈયાણીએ કર્યું હતું . તેમણે રક્તદાન શિબિરને શિક્ષણની સાથે સંસ્કારના સમન્વયરૂપ આયોજન ગણાવ્યું હતું , તેમજ કાર્યક્રમને સ્વામીજીને અને આઝાદીના લડવૈયાઓને સમયોચિત અંજલિરૂપ ગણાવ્યો હતો .

યોગી ડિવાઇન સોસાયટીના અધ્યક્ષ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ સમગ્ર આયોજન અંગે પાઠવેલા સંદેશમાં જણાવ્યું હતું કે , અન્યના સુખનો વિચાર જીવનને ધન્ય બનાવે ! ’ – પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આ ઉપદેશ અનુસાર મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું . સાથેસાથે ’ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને પણ સાંકળી લઈને આ આયોજન કરવામાં આવ્યું . રાજ્યના મુખ્ય શહેરો ઉપરાંત તાલુકા સ્તરે આવેલાં સત્સંગ કેન્દ્રો ખાતે રક્તદાન શિબિરોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે .

પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજનાં યુગાને તેઆની અનુવૃત્તિ પ્રમાણેના આત્મીયતા વધે તેવાં સામાજિક સેવાકીય કાર્યો દ્વારા પ્રવાહિત રાખવામાં આવનાર હોવાનું પણ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ કર્યું હતું .

રાજકોટમાં તા .26 અને 27 અમ બે દિવસ મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું . બે દિવસ દરમિયાન નવસોથી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું .

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી અને જાણીતા સમાજસેવક દિનેશભાઈ અમૃતિયા , ભવનનિર્માતા કાંતિભાઈ માકડિયા , આત્મીય યુનિવર્સિટીના કુલપતિ ડો . શિવ કુમાર ત્રિપાઠી , રજીસ્ટ્રાર ડો . દિવ્યાંગ વ્યાસ , રાજકોટ સત્સંગ પ્રદેશના પ્રમુખ કિશોરભાઇ માવદિયા , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મહેશભાઇ ચૌહાણ , ભવનનિર્માતા ધર્મેશભાઈ જીવાણી , ડો . સમીર વૈદ્ય , ડો . કાર્તિક લાડવા , ડો . દેવાંગ ટાંક , ડો . જયેન્દ્ર પુરોહિત મહેશભાઇ મેરજા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા .

સુરત ખાતે મહારક્તદાન શિબિરનું ઉદઘાટન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કર્યું હતું . આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી  વિનોદભાઇ મોરડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા .

ઉદઘાટકીય ઉદબોધનમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે , આરોગ્યવાહિનીઓના માધ્યમથી યોગી ડિવાઇન સોસાયટી દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં પ્રશંસનીય સેવાઓ કરી રહી છે . તેને ધ્યાને લેતાં આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને મહારક્તદાન શિબિરનું આયોજન કરીને 7500 યુનિટ રકત એકત્ર કરવા માટે રાજ્ય સરકાર તરફથી તેમણે સૂચન કરેલું . તે પ્રમાણે હરિપ્રસાદ સ્વામીજીની પંચમાસિક પુણ્યતિથિ નિમિત્તે યોગી ડિવાઈન સોસાયટીએખૂબ સુંદર આયોજન કર્યું છે .

આ જ કાર્યક્રમમાં  શહેરી વિકાસ રાજ્યમંત્રી  વિનોદભાઈ મોરડીયાએ કહ્યું હતું કે , રક્તદાન એ જીવનદાન છે . જે વ્યક્તિ રક્તદાન કરે છે તેને ખબર નથી હોતી કે તેનું રક્ત કોની જિંદગી બચાવવાનું છે . પ્રત્યેક રક્તદાતા એ જીવનદાતા છે . આ શિબિરો દ્વારા 7500 જીવનદાતાઓ આપણને મળ્યા છે હરિપ્રસાદ સ્વામીજી અને સ્વાતંત્ર્યવીરોને આ શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા ’ બેટી બચાવો , બેટી ભણાવો ’ અંતર્ગત શરૂ કરવામાં આવેલ ‘ સુક્ધયા સમૃધ્ધિ યોજના’નાં એકાઉન્ટ ખોલાવી આપવામાં યોગી ડિવાઇન સોસાયટી દ્વારા સહયોગ રાશિ અર્પણ થઈ છે . પ્રારંભિક તબકકે વડોદરા , આણંદ , ખેડા અમદાવાદ , ભરુચ , નર્મદા વલસાડ , નવસારી , ડાંગ , સુરત , રાજકોટ અને જુનાગઢ એમ બાર જીલ્લામાં આ આયોજન કરવામાં આવ્યું છે .

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનાર માહિતી પ્રમાણે દરેક જીલ્લામાં એક હજાર અઠયાસી એકાઉન્ટ એટલે કુલ તેર હજારથી વધુ એકાઉન્ટ ખોલાવી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે . પ્રત્યેક એકાઉન્ટમાં પ્રારંભિક રીતે જમા કરાવવાની થતી રકમ રૂ. 250 / – ( બસો પચાસ ) યોગી ડિવાઇન સોસાયટી દ્વારા જમા કરાવવામાં આવી રહી છે .

સમાજમાં દીકરી સંતાન માટે બચતનો અભિગમ કેળવાય , દીકરીના અભ્યાસનાં વર્ષોમાં એ બચત કામ આવે અને પુખ્તવયે દીકરી આત્મનિર્ભર બનવા તરફ કદમ માંડી શકે તેવા ઉદ્દાત હેતુથી શરૂ થયેલી ’ સુક્ધયા સમૃધ્ધિ યોજના’નો વ્યાપ સમાજનાં છેવાડાનાં લોકો સુધી પહોંચે તે માટે આ ’ આત્મીય યોગદાન અર્પણ’નું આયોજન કરવામાં આવ્યું છે .

યોગી ડિવાઇન સોસાયટી વતી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ સમાજમાં આત્મીયતાની ભાવના પ્રસરે તેવા ઉદ્દાત આશયથી હાથ ધરાયેલાં આ આયોજનોમાં સહયોગ આપનાર રાજ્ય સરકાર , વહીવટી તંત્ર , તબીબો બ્લડબેન્ક્સ , રક્તદાતાઓ , વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરેનો જાહેર આભાર માન્યો છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.