Abtak Media Google News

અફઘાનીસ્તાનના ડ્રગ્સ માફિયાઓ ભારતની યુવા પેઢીને બરબાદ કરવા સક્રિય

આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ પ્લાસ્ટીકના પાઇપમાં ૧૯૨ કિલો હેરોઇન પેક કરી ઘુસાડયું’તુ: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના રેકેટને ભેદવામાં ડીઆરઆઇને મળી મહત્વની સફળતા

દિલ્હીના ફાઇનાન્સર, હેરોઇન મંગાવનાર અને બે કસ્ટમ્સ ક્લિયરીંગ કરાવતા એજન્ટ સહિત છ શખ્સોની ધરપકડ

ઇરાનના ચાબહાર બંદરેથી મુંબઇના નાવા સવા બંદર ખાતે આવેલા જહાજમાં આવેલા પ્લાટીંકના પાઇપમાં આર્યુવેદીક દવાના ઓઠા તળે ઘુસાડવામાં આવેલા રૂા.૧ હજાર કરોડની ૧૯૨ કિલો હેરોઇનનો જંગી જથ્થો કસ્ટમ વિભાગને ઝડપી લેવામાં સફળતા મળી છે. હેરોઇનનો જથ્થો મગાવનાર, દિલ્હીના ફાયનાન્સ કરનાર અને કસ્ટમ ક્લિયરીંગ કરાવનાર બે એજન્ટ સહિત છ શખ્સોની કસ્ટમ વિભાગ દ્વારા અટકાયત કરી સઘન પૂછપરછ કરવામાં આવતા હેરોનનો જથ્થો અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દ્વારા કચ્છના દરિયા કિનારાનો માર્ગ પસંદ કરી કરોડની કિંમતના ચરસ સહિતનો ડ્રગ્સનો જથ્થો ઘુસડતા હોવાનું સુરક્ષા જવાનોના ધ્યાને આવતા કચ્છના સિરક્રિક વિસ્તાર પર બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક સુરક્ષા એજન્સી દ્વારા સઘન પેટ્રોલિંગ કરતા ડ્રગ્સ માફિયા દ્વારા કચ્છનો માર્ગ બદલી ચાબહાર બંદરથી મુંબઇ ડ્રગ્સ મોકલવાનો નવો માર્ગ શોધી પ્લાસ્ટીકના પાઇપમાં આર્યુવેદીક દવાના ઓઠા હેઠળ હેરોઇન ઘુસાડવામાં આવ્યાનો મુંબઇ કસ્ટમ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે.

ચાબહાર બંદરથી આવેલા જહાજમાં આવેલા માલ સામાનની કસ્ટમ દ્વારા ચેકીંગ ચાલી રહ્યું હતું ત્યારે આર્યુવેદીક દવાનો આવેલો માલનું એનડીપીએસની કીટની મદદથી પ્લાસ્ટીંકના પાઇપમાં પેક કરેલો રૂા.૧ હજાર કરોડની કિંમતનો ૧૯૨ કિલો હેરોનની જંગી જથ્થો મળી આવ્યો હતો.

આર્યુવેદીક દવાના ઓઠા હેઠળ આવેલા પ્લાસ્ટીક પાઇપના પાર્સલનું કસ્ટમ ક્લિયરીંગ કરાવવા આવેલા બે એજન્ટની અટકાયત કરી પૂછપરછ કરતા હેરોનનો જથ્થો મુંબઇના એમ.બી.શિપીંગ એન્ડ લોજીસ્ટીક સોલ્યુશનના મીનાનાથ બોડકે, કાંદીભાવ પાંડુરંગા નામના બે એજન્ટની ધરપકડ કરી ડ્રગ્સ કૌભાંડના મુળ સુધી પહોચવા બંને કસ્ટમ ક્લિયરીંગ કરાવી આપતા એજન્ટને ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંનેને રિમાન્ડ પર સોપવાનો હુકમ કર્યો છે. કસ્ટમની તપાસ દરમિયાન બંને એજન્ટોએ આ પહેલાં પણ એક ક્ધસાઇનમેન્ટનો સોદો હેમખેમ પાર પાડયાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

ડીઆરઆઇના અધિકારઓએ ગત શનિવારે ઝડપેલા હેરોઇનના જંગી જથ્થા સાથેના બંને શખ્સોની કરાયેલી વિશેષ પૂછપરછમાં દિલ્હીના સુરેશ ભાટીયા નામના શખ્સે આયાત કરી હેરોઇન મગાવવા માટે રોકાણ કર્યાનું બહાર આવ્યું હતું. સુરેશ ભાટીયા આ પહેલાં પણ હેરોઇનની હેરાફેરીના ગુનામાં સંડોવણી ખુલ્લી હતી.

કરોડોની કિંમતનો હેરોઇનનો જથ્થો કેટલા સમયથી માગવામાં આવે છે તેઓની સાથે અન્ય કોણ સ્થાનિક શખ્સોની સંડોવણી છે. તેમજ આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સાથે સ્થાનિક કોણે ધરોબો છે તે અંગેની પૂછપરછ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.